ઓસ્ટ્રેલીયાની પ્રથમ ઇનિંગના ૩૫૧ રનના જવાબમાં સા. આફ્રિકા ૧૬૨ રનમાં પોતાની પ્રથમ ઇનીંગ સમાપ્ત કરી હતી. અને ફોલોન ઓનથી બચ્યું હતું. સા. આફ્રિકા તરફથી એ.બી. ડિવિલીયર્સ ૭૧ રન નોટ આઉટ બનાવ્યા હતા. જયારે બાકીના ખેલાડીઓએ કોઇ મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. ઓસ્ટ્રેલીયા તરફથી સ્ટોર્કે પ વિકેટ, લિયોન ૩, હેઝલવુડ અને પેટ કમીન્સે ૧-૧ વિકેટ લીધી હતી. એ.બી. ડિવિલીયર્સે એક છેડો સંભાળતા ૭૧ રન નોટ આઉટની ઇનીંગ રમી હતી જયારે સામે છેડી માર્કરામ ૩ર અને ડીકોડ ર૦ રનની ઇનીંગ રમી હતી. ઓસ્ટ્રેલીયાના ફાસ્ટ બોલર્સે કુલ ૭ વિકેટ ઝડપી હતી. જયારે ઓફસ્પીનર નાયાન લીયોને ૩ વિકેટ લીધી હતી. ૩૫૧ રનના પ્રથમ ઇનીંગના ઓસ્ટ્રેલીયાના સ્ક્રોરનો પીછો કરતા દ.આફ્રિકાની શરુઆત ખુબજ નબળી રહી હતી અને ૯ર રનમાં ૪ વિકેટ ગુમાવી બેઠું હતું પ્રથમ ઇનીંગના અંતે દ.આફ્રિકા ૧૮૯ રનની પાછળ છે ઓસ્ટ્રેલીયાની પ્રથમ ઇનીંગની લીડ મેચના નિર્ણય માટે ઘણી મહત્વની સાબીત થશે ટુંકમાં સા.આફ્રિકાની દુર્દશા હજુ જારી છે.
Previous Articleત્રિપુરા અને નાગાલેન્ડમાં ભગવો લહેરાયો
Next Article એમટીવીમાં ‘હોલી કે રંગ, અપનો કે સંગ’