પ્રથમ ટેસ્ટની જેમ બીજો ટેસ્ટ પણ ત્રણ દિવસમાં સમેટાઈ ગયો: કારકિર્દીના સર્વશ્રેષ્ટ પ્રદશન સાથે જાડેજાએ કાંગારુંઓને કચડ્યા
ભારત અને ઓસ્ટ્રલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની સિરીઝના બીજા મેચમાં ભારતે છ વિકેટે જીત મેળવી છે. આ વિજયની સાથે જ ટિમ ઇન્ડિયાએ ચાર મેચની સિરીઝમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે. અને સાથે જ સુનિશ્ચિત કર્યું છે કે, બોર્ડર-ગવાસ્કર ટ્રોફી હવે ભારત પાસે જ રહેશે. કાંગારૂએ શરૂઆત સારી કરી હતી પરંતુ બે જ સત્રમાં ટિમ ઇન્ડિયાએ શ્રેષ્ટ પ્રદશન કરતા મેચ નામે કરી લીધી હતી.
પ્રથમ ટેસ્ટની જેમ બીજો ટેસ્ટ પણ ત્રણ દિવસમાં સમાપ્ત થઇ ગયો હતો. અબતકે મેચના પ્રથમ દિવસે જ લખ્યું હતું કે, ત્રીજી અને ચોથી ઇનિંગમાં બેસ્ટમેનોને ટકી રહેવું મુશ્કેલ સાબિત થશે જે સાબિત થયું કે ત્રીજી ઇનિંગમાં ભારતીય સ્પિનરો સામે ઓસ્ટ્રેલિયાએને ટકવું ખુબ જ અઘરું સાબિત થયુ અને માત્ર 113 રનમા ટિમ સમેટાઈ ગઈ. જયારે ટિમ ઇન્ડિયાએ ચોંથી ઇનિંગમાં દમખમ બતાવી મેચ આસાનીથી છ વિકેટે વિજય મેળવ્યો હતો.
ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઇનિંગમાં 263 રન બનાવ્યા હતા તેની સામે ટીમ ઇન્ડિયાએ તેની પહેલી ઇનિંગમાં 262 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાને માત્ર 1 રનની લીડ મળી હતી, જ્યારે બીજો દિવસ પૂરો થયો ત્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 61/1 હતો. પણ ત્રીજા દિવસની શરૂઆતથી જ ટીમ ઈન્ડિયાએ મેચ પલટી નાખી હતી.
જાડેજાએ આ મેચમાં કુલ 10 વિકેટ ઝડપી હતી. તેણે પ્રથમ દાવમાં 21 રનમાં 3 વિકેટ અને બીજી ઈનિંગમાં 42 રનમાં 7 વિકેટ ઝડપી હતી. આ તેની કારકિર્દીનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તેની સાથે ટીમના બીજા સ્પિન બોલર અશ્નીને પણ બંને ઇનિંગ્સમાં 3-3 વિકેટ ઝડપી હતી.