ઓલ-રાઉન્ડર મિચેલ માર્શને આ વર્ષે ચાર દિવસીય મેચો રમવા ભારત ખાતેના પ્રવાસે આવનાર કેટલાક ક્રિકેટ સિતારાથી ભરપૂર ઑસ્ટ્રેલિયા-એ ટીમના કેપ્ટન તરીકે નીમવામાં આવ્યો છે અને ટ્રેવિસ હેડ વન-ડે મેચોમાં ટીમનું સુકાન સંભાળશે.
વન-ડે મેચો માટે ઑસ્ટ્રેલિયાની ટીમ ત્રિકોણી શ્રેણીમાં ભારત-એ અને દક્ષિણ આફ્રિકા-એ જોડે વિજયવાડામાં ઑગસ્ટમાં રમશે. ચાર દિવસીય મેચોની શ્રેણી સપ્ટેમ્બરમાં યોજાનાર છે.
૨૬ વર્ષીય માર્શની આગેવાની હેઠળ ૧૪-સભ્યની અનુભવી ટીમમાં એલેક્સ કેરે, એશટન એગર, પીટર હેન્ડસ્કોમ્બ, હેડ, જોન હોલેન્ડ, ઇસ્માન ખ્વાજા, જોયેલ પેરીસ, મેથ્યુ રેનશોવ અને ક્રિસ ટ્રેમેનનો સમાવેશ છે.ભારત-એ ટીમ સામે બે ચાર દિવસીય મેચ વાઈઝેગ ખાતે ૨જી સપ્ટેમ્બરથી રમાશે.ચાર દિવસીય મેચો માટે ઑસ્ટ્રે.-એ ટીમ: મિચેલ માર્શ (કેપ્ટન), એલેક્સ કેરે (વાઈસ-કેપ્ટન), એશટન એગર, બ્રેન્ડન ડોગેટ, પીટર હેન્ડસ્કોમ્બ, ટ્રેવિસ હેડ, જોન હોલેન્ડ, ઉસ્માન ખ્વાજા, માઈકલ નેસર, જોયેલ પેરીસ, કર્ટીસ પેટરસન, મેથ્યુ રેનશોવ, મિચ સ્વેપસન, ક્રિસ ટ્રેમેન.વન-ડે મેચો માટે ઑસ્ટ્રે.-એ ટીમ: ટ્રેવિસ હેડ (કેપ્ટન), એલેક્સ કેરે (વાઈસ-કેપ્ટન), એશટન એગર, પીટર હેન્ડસ્કોમ્બ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લેબુસ્ચેગ્ને, માઈકલ નેસર, મેથ્યુ રેનશોવ, જે. રિચર્ડસન, ડીઆર્કી શોર્ટ, બિલી સ્ટેનલેક, મિચ સ્વેપસન, ક્રિસ ટ્રેમેન, જેક વાઈલ્ડરમુથ.