ઑસ્ટ્રેલિયન બ્લોગર અને પત્રકાર ડેનિસ ફ્રીડમેને ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે. તેણે આ વખતે ગૌતમ ગંભીરને લઇને એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેણે ગંભીરને વર્બલ ટેરેરિસ્ટ એટલે કે વાતોનો આતંકી ગણાવ્યો હતો. ભારત અને પાકિસ્તાનના સંબંધો પર ગંભીરે નિવેદન આપ્યા બાદ ફ્રીડમેને આ વાત જણાવી હતીય ગંભીરે કહ્યુ હતું કે ભારતે પાકિસ્તાનનો તમામ પ્રકારના ક્રિકેટથી ફક્ત બોયકોટ જ ન કરવો જોઇએ પરંતુ તેને તમામ રીતે બેન કરી દેવુ જોઇએ.
તેમણે આ નિવેદન પાકિસ્તાન તરફથી તાજેતરમાં જ કરવામાં આવેલા યુદ્ધ વિરામના ભંગ પર આપ્યુ હતું. ગંભીર આ મુદ્દાઓને લઇને ખૂબ જ સક્રિય રહ્યો છે.તે પછી ડેનિસ ફ્રીડમેને ટ્વિટર પર લખ્યુ હતું કે ગૌતમ ગંભીર વાતોનો આતંકી છે. ભારત અને પાકિસ્તાનના સંબંધોને લઇને આજે જે બકવાસ તેણે કરી છે તે ખતરનાક છે. તે પછી ફ્રીડમેને ટ્વિટર પર પોતાનું નામ પણ ડેનિસ ફ્રિડમેન માંથી ડેનિસ ગંભીર કરી નાંખ્યું હતું.
ડેનિસ સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની તરફેણ કરે છે અને ભારત પર નિશાન સાધવાની કોઇ તક છોડતા નથી.ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ભારતીય ક્રિકેટરો માટે તેણે અયોગ્ય વાતો કરી છે. વિરાટ કોહલી અને ટીમ ઇન્ડિયાએ જ્યારે સ્વચ્છ ભારત માટે સ્ટેડિયમમાં સફાઇ કરી હતી ત્યારે પણ ફ્રીડમેને તેમને સ્વીપર કહ્યાં હતા. સાથે જ સચિન તેંડુલકર માટે પૂછ્યુ હતું કે તે કોણ છે. આ ઉપરાંત તેણે ભારતના નક્શાને લઇને પણ વાંધાજનક નિવેદન આપ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com