વિશ્ર્વભરમાં હાલમાં 22 થી વધુ પ્રકારના જોવા મળે છે, જેમાં 8 ઓસ્ટ્રેલિયાની વિશિષ્ટ જાત છે: પિંજરામાં ઉછરેલા કોકેટીલ્સના રંગો જુદા હોય છે: જંગલી કોકેટીલ્સ ગ્રે રંગમાં સાથે મુખ્યત્વે સફેદથી પીળા રંગમાં વિશેષ જોવા મળે છે: 1970માં ફોલો કોકેટીલ્સ પ્રથમવાર જોવા મળ્યા હતા
દુનિયામાં નાના-મોટા પોપટની અનેક પ્રજાતિઓ જોવા મળે છે. નાનકડા બજરીગરથી લઇને મકાઉ જેવા મોટા પોપટ જોવા મળે છે. માથા ઉપર સુંદર કલગીવાળા કાકાટુ અને કોકેટીલ્સ મુખ્યત્વે જોવા મળે છે. નાના કે મોટા પોપટ પાળવામાં સહેલા હોય છે. આફ્રિકન ગ્રે જેવા પોપટ વિશ્ર્વમાં સૌથી વધુ બોલતી પ્રજાતિ છે જે માણસ જેવું બોલી શકે અને 400 થી વધુ ટૂંકા શબ્દો યાદ રાખી શકે છે. સમગ્ર વિશ્ર્વમાં પોપટને પાંજરામાં અથવા હેન્ડટેમ ટ્રેઇન્ડ હોય તેવા પોપટને ખુલ્લા રાખવાનો ક્રેઝ વધી રહ્યો છે.
કોકટેઇલ-કોકેટીલ્સ જેવા નામથી ઓળખાતાને મોઢુ પીળુંને માથે કલગીવાળા આ પોપટની પ્રજાતિ નાની હોય છે. કાકાટું કે કાકાકીવા કુળના આ પોપટનું મૂળ ઓસ્ટ્રેલિયા છે, જે સમગ્ર વિશ્ર્વમાં હાલ જોવા મળી રહ્યાં છે. લોકો કે બર્ડ લવર તેને પોતાના ઘરમાં પાળે છે. તે સીટી મારે છે અને પાળવામાં સહેલા હોય છે. આ પ્રજાતિ લોકપ્રિયતા સાથે બર્ડ લવરની પસંદગીમાં બીજુ સ્થાન ધરાવે છે. કોકેટીલ નિમ્ફીક્સજીનસનો એકમાત્ર જીવતું સદસ્ય છે. આની અગાઉ ક્રેસ્ટેડ, પેરાકિટ અને નાનુ કાકાટું માનવામાં આવતું હતું. હાલમાં તેને કાકાટુંનું સૌથી નાનુ સદસ્ય ગણવામાં આવે છે.
કોકેટીલ ચોંકી બહુ જાય છે અને એગ્રેસીવ બહું હોય છે. તે મસ્તીખોર સાથે આકર્ષક ચમકિલા જોવા મળે છે. તે ઝડપથી થાકી જતો નાનો પોપટ છે. તેનું પીળું માથુ લાંબા પીંછાવાળી પૂંછડી તેની સુંદરતામાં વધારો કરે છે. માથા પર કલગી તેને વધુ રૂપકડું બનાવે છે. તેની પૂંછડીની લંબાઇ 30 થી 33 સે.મી. લાંબી સાથે 12 થી 14 ઇંચ મોટા હોય છે. કાકાટું પ્રજાતિમાં તે સૌથી નાનુ જોવા મળે છે.
સામાન્ય રાખોડી અને જંગલી પ્રકારના કોકેટીલના બંને કામ પર ગોળાકાર નારંગી વિસ્તાર હોય છે. નરનો ચહેરો પીળો અથવા સફેદ હોય છે જ્યારે માદાનો ચહેરો મુખ્યત્વે રાખોડી કલરનો જોવા મળે છે. આ એક સ્વરવાળું પક્ષી છે, નરનો અવાજ માદા કરતાં વધુ વિવિધતા વાળો હોય છે. કોકેટીલ્સને ચોક્કસ ધૂન કે ગુનગુનાવાનું સાથે ઘણા શબ્દો અને શબ્દસમૂહો બોલવાનું શીખવી શકાય છે. તે માણસના વિવિધ અવાજ સાથે આસપાસનાં પર્યાવરણના વિવિધ અવાજો શીખી જાય છે. બધા જંગલી કોકેટીલના બચ્ચાઓ અને કિશોરો માદા જેવા જ દેખાય છે. 1949માં કેલિફોર્નિયામાં સૌ પ્રથમ પાઇડ મ્યુટેશન જોવા મળેલ હતું. 1950 બાદ ગ્રે રંગના કોકેટીલ વધુ જોવા મળવા લાગ્યાં હતાં.
1970ના દાયકામાં ફોલો કોકેટીલ પ્રથમવાર જોવા મળેલ હતાં. કોકેટીલના રંગ પરિવર્તન વધુ જટીલ છે. પાંજરામાં બ્રિડીંગ થયેલા અને કુદરતના ખોળે ઉછરેલા કોકેટીલના રંગોમાં તફાવત જોવા મળે છે. તેઓ હંમેશા પાણીની નજીક રહેનારૂં પક્ષી છે. સામાન્ય રીતે તે નાના ટોળામાં રહેનારા છે.
ખેતી કરેલા પાકને તેનું ટોળું નુકશાન પહોંચાડે છે. તે એકમાત્ર પ્રજાતિ છે જે ક્યારેક તેમના પ્રથમ વર્ષના અંતમાં જ પ્રજનન કરી શકે છે. મોસમી વરસાદી વાતાવરણમાં સંવર્ધન શરૂ થાયને તાજા પાણીના સ્ત્રોત નજીકના વૃક્ષોના હોલમાં તે માળો બાંધે છે. ઘણીવાર નીલગીરીના ઝાડમાં 4 થી 7 ઇંડા મૂકે છે. સામાન્ય રીતે તેનું આયુષ્ય 16 થી 25 વર્ષ ગણાય છે. ઘણીવાર 10 થી 15 વર્ષનું ટૂંકું અને ક્યારેક તો અમુક અપવાદ કિસ્સામાં 32 વર્ષ લાંબુ જીવ્યાનો પણ રેકોર્ડ છે. પક્ષી શાસ્ત્રની એકનોંધમાં 36 વર્ષ કોકેટીલ જીવ્યાની નોંધ છે.
કોકેટીલ સૌથી લોકપ્રિય પક્ષી છે. ઘરમાં તે કિલકિલાટ અને સિસોટીઓ વગાડતો પણ જોવા મળે છે. અમેરિકામાં તે નંબર વન પાલતું પક્ષી છે. માદા કરતાં નર કોકેટીલ વિવિધ પ્રકારના અવાજ અને સિસોટી વગાડે છે. તેને પાળવું સહેલું અને ઓછા ખર્ચવાળું છે. તે એક સામાજીક પક્ષી છે. તમારી સાથે વાતો કરવા ઉપરાંત મસ્તી પણ કરે છે. તે શાકભાજી અને બી ખાય છે. તેમને વિવિધ રમકડાંથી રમવું ગમે છે અને નર કોકેટીલ્સ વારંવાર સીટી વગાડવા અરીસા કે અન્ય પ્રતિબિંબીન વસ્તુ શોેધે છે. તેના પીંછા કાપી નાંખો તો પણ ઉડવાની ક્ષમતા ધરાવે છે.
1793માં કોકેટીલ્સનું પ્રથમવાર વર્ગીકરણ કરાયું
1644માં ઓસ્ટ્રેલિયામાં સૌ પ્રથમ લાગુ કરાયેલ નામ હોલેન્ડીયસ હતું જે નામ ન્યુ હોલેન્ડનો સંદર્ભ બતાવે છે. 1793માં પ્રથમવાર તેનું વર્ગીકરણ કરાયું હતું. બાદમાં તે પોતાની જીન્સ નીફીસસ જે પૌરાણિક આસરાનો સંદર્ભ છે, જે 1832માં વર્ગીકૃત કરાયું હતું. કોકેટીલ્સ મૂળ કાકાટું પ્રજાતિના પરિવારનો સભ્ય છે. તેમના મૂળ ઓસ્ટ્રેલિયામાં વિરોઝ અને ક્વોરિયન તરીકે ઓળખાય છે. વિશ્ર્વમાં તે પાલતું પક્ષીમાં બીજી પસંદગી છે તો અમેરિકામાં લોકોની પક્ષીની પાળવાની પસંદગી પ્રથમ નંબરે છે. તેની સતર્કતા, સ્વચ્છ અને ગતિશીલ પીંછા, તેજસ્વી આંખો એની વિશિષ્ટતા છે. નર અને માદા સરળતાથી જુદા પડે છે.