દિલ્હી વન-ડેમાં જીતનારી ટીમ શ્રેણી કબ્જે કરશે
ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેની પાંચ વન-ડેની શ્રેણી હાલ ૨-૨ની બરાબરી પર ચાલી રહી છે. આજે દિલ્હી ખાતે રમાઈ રહેલી પાંચમી અને અંતિમ વન-ડે જીતનારી ટીમ શ્રેણી પર કબજો જમાવશે. ડુ ઓર ડાઈ વન-ડેમાં ઓસ્ટ્રેલીયાના સુકાનીએ ટોચ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો છે. કાંગારૂ ટીમના બન્ને ઓપનર સુકાની એરોન ફ્રિન્ચ અને ખ્વાજા ભારતીય બોલરોની બરાબર ધોલાઈ કરી રહ્યાં છે. આ લખાઈ રહ્યું છે ત્યારે ૧૨ ઓવરના અંતે ઓસ્ટ્રેલીયાએ એક પણ વિકેટ ગુમાવ્યા વીના ૬૫ રન બનાવી લીધા છે.
ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાઈ રહેલી પાંચ વન-ડેની શ્રેણીમાં હૈદરાબાદ અને નાગપુર ખાતે રમાયેલી પ્રથમ બે વન-ડેમાં ભારતીય ટીમનો વિજય થયો હતો. દરમિયાન રાંચી અને ચંદીગઢ ખાતે રમાયેલી ત્રીજી અને ચોથી વન-ડેમાં ઓસ્ટ્રેલીયન ટીમે જોરદાર કમબેક કરતા ભારતને પરાસ્ત કર્યું હતું. ચંદીગઢ વન-ડેમાં ઓસ્ટ્રેલીયાએ પોતાના ક્રિકેટ ઈતિહાસમાં સૌથી હાઈએસ્ટ રન ચેસનો વિશ્વ વિક્રમ બનાવ્યોહતો. ઓસી.એ ૩૫૮ રનનો જુમલો પાર કરી વન-ડે શ્રેણી બરાબર કરવામાં સફળતા હાંસલ કરી હતી. આજે દિલ્હી ખાતે ફિરોઝશા કોટલા મેદાન ખાતે રમાયેલી પાંચમી અને અંતિમ વન-ડે મેચ ફાઈનલ સમી બની ગઈ હોય ઓસ્ટ્રેલીયાની સુકાની એરોન ફ્રિન્ચે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ લખાય છે ત્યારે ઓસ્ટ્રેલીયાએ ૧૨ ઓવરમાં ૬૫ રન બનાવી લીધા છે. ફ્રિન્ચ ૨૧ રન સાથે અને ખ્વાજા ૪૪ રન સાથે ભારતીય બોલરોની ધોલાઈ કરી રહ્યાં છે. પાંચમી વન-ડે જીતનારી ટીમ વન-ડે શ્રેણી પર કબજો જમાવશે.
આગામી મે માસથી ક્રિકેટ વર્લ્ડકપનો આરંભ થઈ ર્હ્યો છે તે પૂર્વે આજે ભારતીય ક્રિકેટ ટીમ અંતિમ વન-ડે મેચ રમી રહ્યું છે. હાલ શ્રેણી ૨-૨ ની બરાબર પર ચાલી રહી હોય. ઘર આંગણે વન-ડે શ્રેણી બચાવવા વિરાટ સેના પર જબ્બરુ દબાણ છે.