એસીઝમાં જેન્ટલમેન ગેમ ખોવાઈ !!!

બેન સ્ટોકસની 155 રનની સદી એળે ગઈ : એક ઓવરમાં સતત 3 થી 4 બાઉન્સર બોલ કાંગરુ બોલરોએ ફેંક્યા હતા

ઇંગ્લેન્ડ માટે એસીઝ ટેસ્ટ એસીડ રૂપ સાબિત થઈ છે. કારણ કે સતત બીજો ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ હારી ચુક્યું છે. બીજી ટેસ્ટ મેચમાં ઇનિંગ્સની 52મી ઓવર દરમિયાન બેયરસ્ટોએ કેમેરોન ગ્રીનના બાઉન્સર બોલને લીવ કર્યો હતો. જેથી ઓસ્ટ્રેલિયાના વિકેટકીપરે આ બોલ કેચ કરી લીધો હતો. આ દરમિયાન બોલ ‘ડેડ’ થાય તે પહેલા બેયરસ્ટો ક્રિઝની બહાર ગયો અને બીજા એન્ડ પર ઊભેલા તેના પાર્ટનર સાથે ચર્ચા કરવા લાગ્યો હતો. આ દરમિયાન વિકેટકીપર એલેક્સ કેરીએ બોલને સ્ટમ્પ પર હિટ કરી આઉટની અપિલ કરી હતી.જેવો સ્ટમ્પ્સ પર બોલને હિટ કરાયો કે તરત જ ઇંગ્લેન્ડનો બેટ્સમેન બેયરસ્ટો ચોંકી ગયો હતો. એટલું જ નહીં મેદાન પરના અમ્પાયરે થર્ડ અમ્પાયર તરફ ઈશારો કર્યો હતો. આ સમયે રિપ્લે જોયા બાદ થર્ડ અમ્પાયરે તેને આઉટ કર્યો હતો.

પેલા દિવસે ઓસ્ટ્રેલિયાએ તમામ ખેલાડીઓને બાઉન્ડ્રી લાઈન ઉપર ઉભા રાખી દીધા હતા જે ખરા અર્થમાં જેન્ટલમેનને શોભે તેવી ગેમ ન હતી. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની બોલિંગ નો આધાર સ્તંભ નાથન લિયોન ઇજાગ્રસ્ત થતા ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરોએ બોડી લાઈન બોલિંગ કરી સતત બાઉન્સર નો મારો કર્યો હતો અને એક ઓવરમાં ત્રણથી ચાર બાઉન્સર ફટકારી ઇંગ્લેન્ડના બેટ્સમેનોને તકલીફમાં મૂક્યા હતા.

સ્ટોક્સે આક્રમક અંદાજમાં આક્રમક બેટિંગ કરતાં 9 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 214 બોલમાં 155 રન ફટકાર્યા હોવા છતાં ઈંગ્લેન્ડને ઓસ્ટ્રેલિયા સામેની બીજી એશિઝ ટેસ્ટમાં 43 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હેઝલવૂડે ડકેટે 83 રન અને સ્ટોક્સે 155 રન બાદ બ્રોડે 11 રન નોંધાવ્યા હતા. બ્રોડની વિકેટ પડતા જ ઓસ્ટ્રેલિયાએ નાટકીય જીત હાંસલ કરતાં શ્રેણીમાં 2-0થી સરસાઈ મેળવી લીધી હતી. જીતવા માટેના 371ના ટાર્ગેટ સામે ઈંગ્લેન્ડ 327 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતુ. પરંતુ ખરી વાસ્તવિકતા તો એ છે કે જેન્ટલમેન ગેમ ગણાતી ક્રિકેટ માં જેન્ટલમેન પણું જોવા જ મળ્યું ન હતું.
Reply
Forward

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.