રાંચી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્મિથ અને મેકસવેલની સદી: ભારત તરફથી જાડેજાએ સૌથી વધુ ૫ વિકેટ ઝડપી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચી ખાતે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ કેપ્ટન સ્ટીવ સ્મિથ અને મેકસવેલની શાનદાર સદીના સહારે ભારત સામે પ્રથમ ઈનીંગમાં ૪૫૧ રનનો જુમલો ખડકી દીધો છે. જેના જવાબમાં ભારતે પણ મકકમ શ‚આત કરી સુધીમાં વિના વિકેટે ૪૪ રન બનાવી દીધા છે. ઓસ્ટ્રેલિયા વિરુઘ્ધ ત્રીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનીંગમાં ભારતે ધીમી અને મકકમ શ‚આત કરી વિના વિકેટે ૪૪ રન બનાવ્યા છે. લોકેશ રાહુલ અને મુરલી વિજય બંને રમતમાં છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનીંગમાં ૪૫૧ રન બનાવી ઓલઆઉટ થયું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન સ્ટીવ સ્મિથે ૧૭ ચોગ્ગા સાથે ૧૭૮ રન ફટકાર્યા હતા. જયારે મેકસવેલે ૯ ચોગ્ગા અને ૨ છગ્ગા સાથે ૧૦૪ રન નોંધાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના આ બંને ખેલાડીઓ સિવાય અન્ય કોઈ ખેલાડી મેદાન પર ટકી શકયા ન હતા. ઓપનેર મેટ રેનસોએ ૪૪ રનની ઈનીંગ રમી હતી. ભારત તરફથી એકમાત્ર રવિન્દ્ર જાડેજા સફળ બોલર સાબિત થતા પાંચ મહત્વની વિકેટ ઝડપી હતી. જયારે ઉમેશ યાદવે ત્રણ અને અશ્ર્વિને એક વિકેટ ઝડપી હતી. ૪૫૧ રનના પડકાર સામે મેદાને પડેલી ભારતીય ટીમે પ્રથમ ઈનીંગમાં સુધીમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના ૪૪ રન નોંધાવી દીધા છે. હાલ બંને ઓપનર લોકેશ રાહુલ અને મુરલી વિજય મકકમ બેટીંગ કરી રહ્યા છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી બાઉન્ટ્રી રોકવાના પ્રયાસમાં ઈજાગ્રસ્ત થયો છે. રવિન્દ્ર જાડેજાની બોલીંગમાં હેન્ડ સ્કોમ્બે ફટકારેલા શોટમાં બાઉન્ટ્રી રોકવા જતા વિરાટ કોહલીને ખભા પર ઈજા થઈ હતી. જેના કારણે તે પેવેલીયન પરત ફર્યો હતો. ઓસ્ટ્રેલિયાના ૪૫૧ રનના જુમલા સામે ભારતે પણ પ્રથમ ઈનીંગની મકકમ શ‚આત કરી છે.