નવરાત્રીનો હવે માત્ર ગણતરીના દિવસો જ રહ્યા છે પરંતુ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં નવરાત્રીનો થનગનાટ કરતી જોવા માઠી છે. કિંજલ ૨૬ ઓગષ્ટના રોજ બ્રિસબેના ખાતે આવેલી રેડલેન્ડસ કોલેજમાં ભવ્ય ગરબા નાઇટનું આકર્ષણ બની હતી. તેના તાલે ખૈલેયાઓ મન મુકીને ઝૂમ્યા હતા. આ આયોજનમાં વિદેશમાં રહેતા ગુજરાતીઓ રંગબેરંગી પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઇ દાંડિયા ઘુમિયા હતા. આધાર ગૃપ બ્રિસમેન અને યુવા ગુજરાત ગુજરાતી અસોશિએશન ઓફ ઓસ્ટ્રેલિયાના પ્રેસિડેન્ટ મહેશ રાજના સપોર્ટથી અહિયાં આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચાર ચાર બંગડી….રોણા શેરમાં જેવી ગીતોથી કિંજલ દવે ગુજરાતીઓની ચીત્ત ચોરી લીધા છે. ત્યારે હવે ઓસ્ટ્રેલિયામાં પણ લોકોનું મનમુગ્ધ કરી ગરબાના તાલે નચાવશે આમ પણ નાની ઉમ્રની કિંજલ દવે ટ્રોબનો પણ ભોગ બનતી રહે છે પરંતુ તેની સ્વિટનેસ અને સુહાની અદા ચોક્કસથી દિલ જીતી લે છે.