ટ્રાસ્નગ્લોબ એજયુકેશન થકી ઓસ્ટ્રેલીયા જવા ઇચ્છુકોને મળ્યું માર્ગદર્શન

ટ્રન્સગ્લોબ એજયુકેશન ખાતે એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓસ્ટ્રેલીયા જવા ઇચ્છુક વિઘાર્થીઓ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તથા ઓસ્ટ્રેલીયન યુનિવર્સિટી સાથે પરિચિત કરાયા હતા. આ વર્કશોપમાં વિઘાર્થીઓએ હાજરી આપી અને ઓસ્ટ્રેલીયા જવાની તૈયારી બતાવી હતી. તેઓને વિનામૂલ્યે ઓસ્ટ્રેલીયા જવા વિઘાથર્થીઓને શિષ્યવૃતિ એપ્લીકેશન વિશે માહીતગાર કરાયા હતા. આ તકે ઓસ્ટ્રેલીયાની નામાંકિત યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા. આ વર્કશોપનો રાજકોટના યુવાનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. ટ્રાન્સગ્લોબલ એજ્યુકેશનના માધ્યમથી ઓસ્ટ્રેલિયા ભણવા ઇચ્છુક અનેક વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અનેક વિદ્યાર્થીઓએ વર્કશોન દરમિયાન ઓસ્ટ્રેલિયાના અભ્યાસ અને કલ્ચર અંગે નિષ્ણાંત પાસેથી ઉંડાણથી વિગતો મેળવી હતી.

રાજકોટના અનેક છાત્રો ઓસ્ટ્રેલીયા જવા ઇચ્છુક: ઇરાવતી જગમ

vlcsnap 2019 12 09 13h26m17s611

ઇરાવતી જગમ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલીયા ૧૪ યુનિવર્સિટીને રિપ્રેઝન્ટ કરું છું આજે રાજકોટ ટ્રાન્સગ્બોલ ખાતે આવી છું. અહિ જે વિઘાર્થીઓ ઓસ્ટ્રેલીયામાં એકાઉન્ટ, સાયન્સ, કોમર્સ સહીતના ભણવા માગતા વિઘાર્થીઓ માટે માર્ગદર્શન આપવા માટે આ સેમીના યોજાયો છે. ટ્રાન્સગ્લોબની સ્ટાફ અને મોનીલ મહેતા ટ્રાન્સગ્બોલમાં સારી સુવિધા જાણકારી આપે છે. તે વિઘાર્થીઓને ઓસ્ટ્રેલીયામાં ભણવા માટે પ્રોત્સાહીત કરે છે. અને વિઘાર્થીઓને ઓસ્ટ્રેલીયામાં ફકત ભણવા માટે જ નહીં પોતાની કવોલેટી ઇમ્પ્રુવ કરવા માટેની માહીતી પણ આપે છે. રાજકોટમાં વર્ષમાં ત્રણ વખત આવું છું. રાજકોટ અને આજુબાજુના વિસ્તારોના વિઘાર્થીઓ  ઓસ્ટ્રેલીયા અને બીજા દેશોમાં જવા માટે ઉત્સુક હોય છે.

એન્જીનીયરીંગ માટે વધારે વિકલ્પો આપવાનો અમારો પ્રયાસ: અંકિત દલાલ

125

અંકિક દલાલએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કવીન્સલેન્ડ સ્ટેટથી આવ્યો છું.  અમારે ત્યાં ત્રણ કેમ્પસ આવેલા છે. અમારી યુનિવસિટીમાં ગ્રેજયુએશનથી લઇ રીચર્સ સુધીની સ્ટડી કરાવવામાં આવે છે. ઇન્ફોરમેશન ટેકનોલોજી અને એન્જીનીયરીંગ બ્રાન્ચીંઝ એગ્રીકલ્ચર એન્જીનીયરીંગ, સીવીલ એન્જીનીયરીગ, સ્ટ્રકચર એન્જીનીયરીગ, એન્જીનીયરીંગ મેનેજમેન્ટ, ઇલેકટ્રીકલ એન્જીનીયર, અમે  ભારતીય વિઘાથર્થીઓને એન્જીનીયરીંગ માટેના વધારે વિકલ્પો એક છત નીચે આપવાનો પ્રયાસ કરીએ છીએ. રાજકોટમાં એન્જીનીરીંગને લગતી એકટીવીટી ખુબ વધુ કરવામાં આવે છે. રાજકોટના ઘણા સારા વિઘાર્થીઓ સારી કોલેજોમાંથી આવે છે.

રાજકોટ અને આજુબાજુના છાત્રો માટે સારી તક: ડાંગ બોરેન્સ

vlcsnap 2019 12 09 13h26m49s074

ડાંગ બોરેન્સએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુંકે, ટ્રાન્સગ્લોબમાં બીઝનેશ ડેવલોપમેન્ટ મેનેજર છું. ટ્રાન્સગ્લોબએ ફોરેન એજયુકેશન માટે ક્ધસલટન્સી આપવાનું કામ કરે છે. ર૬ વર્ષથી રાજકોટમાં છું. યુ.કે, કેનેડા, યુ.એસ.એ., ઓસ્ટ્રેલીયા, સીંગાપુર તથા બીજા દેશોમાં અહીંથી વિઘાર્થી ભણવા માટે જાય આજે ઓસ્ટ્રેલીયા યુનિ. માંથી તેમના પ્રતિનિધિઓ આવ્યા છે. રાજકોટ તથા આજુબાજુના વિસ્તારના વિઘાર્થીઓ માટે આ એક સારો મોકો છે. યુનિ.ના પ્રતિનિધિ સાથે ચર્ચા કરવા છે. યુનિવર્સિટીમાં વિશે જાણવાની તથા તેની ખુબી વિશે જાણવાનો મોકો છે. આ તકે રાજકોટ, જામનગર તથા બીજા શહેરના વિઘાર્થીઓ ઉ૫સ્થિત રહ્યા હતા. ઓસ્ટ્રેલીયાની સારી અને મોટી ઘણી યુનિવર્સિટીઓ અહીં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.