રાજકોટ ખાતે ઓસ્ટ્રેલિયા સીરિઝનો ત્રીજો વન-ડે આવતીકાલ તારીખ 27 ના રોજ રમાવાનો છે. ભારત સીરીઝ પોતાના નામે અંકે કરી લીધી છે. છેલ્લો મેચ જીતી ઓસ્ટ્રેલિયા ક્લીન સ્વીપ થી બચવા માટે મેદાને ઉતરશે.
ભારત સામેનો ત્રીજો મેચ વિશ્વકપ પૂર્વે ટીમ માટે મહત્વનો: સ્ટાર્ક
અલ્યા ટીમમાં ઘણા ખેલાડીઓ ઇજાગ્રસ્ત હોવાના કારણે ને મોકો મળ્યો નથી એટલું જ નહીં પ્રથમ બે વન-ડેમાં મિચેલ સ્ટાર્ક પણ ઈજાગ્રસ્ત હોવાના કારણે મેચ રમી શક્યો ન હતો જે ઓસ્ટ્રેલિયા માટે એક ચિંતાનો વિષય પણ છે. ત્યારે ઓસ્ટ્રેલિયા માટે આત્મવિશ્વાસ કેળવવા આ એક અંતિમ અવસર છે જો આ કરવામાં ઓસ્ટ્રેલિયા ટીમ સફળ નિવડશે તો તે વિશ્વ કપમાં ધમાકેદાર એન્ટ્રી કરી શકશે. ત્રીજા વન-ડે પૂર્વે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ આકરી નેટ પ્રેક્ટિસ કરી હતી અને પરસેવો પાડી ત્રીજો મેચ જીતવા મહેનત શરૂ કરી છે. લભૂષણ સહિતના ઓસ્ટ્રેલિયાના દિગજ ખેલાડીઓએ પ્રેક્ટિસ ઉપર હાથ અજમાવ્યો હતો.
ત્રીજા વન-ડે અને વિશ્વકપ પૂર્વે પોઝિટીવ ઈન્ટેન્ટ ટીમ માટે જરૂરી : મિચેલ સ્ટાર્ક
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે પત્રકાર પરિષદ સંબોધી હતી અને જણાવ્યું હતું કે, ત્રીજો વનડે અને વિશ્વકપ પૂર્વે પોઝિટિવ ઇન્ટન્ટ ટીમ માટે જરૂરી છે. તેને જણાવ્યું હતું કે વિશ્વ કપ પૂર્વે સેટ થવા માટે રાજકોટનો મેચ ઓસ્ટ્રેલિયા માટે અત્યંત નિર્ણાયક નીવડસે. બીજી તરફ ગ્લેન્ મેક્સવેલ માં આવતા જ તેમ મજબૂત બની છે અને તેમ માટે તે એક્સફેક્ટર પણ સાબિત થશે. વિશ્વ કપ માં ભારતના અલગ અલગ સ્થળો પર જે મેચ રમાવવાના છે તેની દરેક કન્ડિશન અલગ છે જે ઓસ્ટ્રેલિયા માટે એક પડકાર ઉભો કરશે. ભારત સામે નો છેલ્લો મેચ જીતવા ઓસ્ટ્રેલિયા મેદાને ઉતરશે.