ભારત સામે સિડનીમાં રમાયેલી ત્રીજી વન ડેમાં ઓસ્ટ્રેલિયાએ 34 રને જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયા ટીમ તરફથી અપાયેલા 289 રનનાં લક્ષ્યાંક સામે ભારતે 50 ઓવરમાં 254 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ સૌથી વધુ 133 રન બનાવ્યા હતા, પરંતુ તેની સદી પર પાણી ફરી વળ્યુ હતુ અને ટીમ ઈન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિતે કેરિયરની 22મી સદી ફટકારી હતી. આ મામલામાં તેમણે સૌરવ ગાંગુલીની 22 સદીની સરખામણી કરી લીધી હતી.
પરંતુ તેની સદી પર પાણી ફરી વળ્યુ હતુ અને ટીમ ઈન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિતે કેરિયરની 22મી સદી ફટકારી હતી. આ મામલામાં તેમણે સૌરવ ગાંગુલીની 22 સદીની સરખામણી કરી લીધી હતી.
જેસન બેહરેનડોર્ફેનો બોલ લેગ સ્ટમ્પની બહાર પીચ થયો હતો પણ એમ્પાયર માઈકલ ગોગે ધોનીને એલબીડબ્લ્યૂ આઉટ આપ્યો હતો. અંબાતી રાયડુ પછી એલબીડબલ્યુનો આ સિલસિલો યથાવત રહ્યો હતો. જેથી ધોનીને પણ તેનો ભોગ બની પલેવિયન પર ફરવાનો વારો આવ્યો હતો.