પ્રિ-કવાર્ટર ફાઈનલમાં પહોંચવાની ઓસ્ટ્રેલીયાની આશા પર પાણી ફરી વળ્યું: બન્ને ટીમો ટૂર્નામેન્ટમાંથી બહાર
ફિફા વર્લ્ડકપના પ્રિ-કવાર્ટર ફાઈનલમાં પહોંચવાના ઓસ્ટ્રેલીયાના સ્વપ્નને પેએ તોડી પાડયું છે. ફીસ્ટ સ્ટેડિયમ ખાતે ગઈકાલે રમાયેલા ગૃપ-સીના ઓસ્ટ્રેલીયા-પે વચ્ચેના મેચમાં ઓસ્ટ્રેલીયાની ૨-૦ી હાર ઈ છે. આ સો જ પે પણ ફિફા વર્લ્ડકપમાથી વિજય મેળવી બહાર નીકળી ગયું છે. આગલા રાઉન્ડમાં પહોંચવા માટે ઓસ્ટ્રેલીયાને લાંબા અંતરી જીત મેળવવી જરી હતી.
ઓસ્ટ્રેલીયાને જે જોઈતુ હતું તે મળ્યું નહીં તેની સાથે સાથે મેચમાં પણ હાર મળી ગઈ, બીજી તરફ ઓસ્ટ્રેલીયાને ફ્રાન્સ અને ડેન્માર્ક જીતે તો પોતે પ્રિ-કવાર્ટર ફાઈનલમાં પહોંચી શકે તેવી સ્થિતી સર્જાઈ હતી. જો કે, ત્યાં પણ ડેન્માર્ક અને ફ્રાન્સ વચ્ચેનો મેચ ડ્રો રહેતા ઓસ્ટ્રેલીયાની આશા પર પાણી ફરી વળ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપમાં પેરૂની આ પ્રથમ જીત છે. પેરૂ પાસે ૩ પોઈન્ટ થયા હતા જયારે ઓસ્ટ્રેલીયા પાસે ૧ પોઈન્ટ છે અને બન્ને ટીમો ટૂર્નામેન્ટમાંથી બહાર નીકળી ગઈ છે. પેરુ એ વર્લ્ડકપમાં ૩૬ વર્ષ બાદ ગોલ નોંધાવ્યો હતો.