આંતરરાષ્ટ્રીય ન્યૂઝ
ઓસ્ટ્રેલિયાએ નવી ઈમિગ્રેશન પોલીસીની જાહેરાત કરી છે. જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓના વિઝા માટે IELTSમાં 6.5 બેન્ડ અને ગ્રેજ્યુએશન લેવલે 6 બેન્ડ ફરજિયાત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી મિનિમમ રિક્વારમેંટ 5.5 બેન્ડની હતી. જો કે ગ્રાન્ડ ફાધર્સ સ્કીમ લાગું પડે તો જુલાઈ ઈન્ટેકવાળા વિદ્યાર્થીઓને જુના નિયમો લાગુ પડશે.
તો જે માઈગ્નેન્ટની સેલરી એક લાખ 35 હજાર ઓસ્ટ્રેલિયન ડોલર કે તેથી વધુ છે, તેમની વિઝા એપ્લિકેશનને ફાસ્ટ ટ્રેકમાં લઈ જવામાં આવશે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની સરકારે સ્ટુડન્ટ વિઝા માટે વધારાની ચકાસણીઓનો પણ ઉમેરો કર્યો છે.
જેમ કે કોઈને બીજો કોઈ કોર્સ કરવો હોય તો તે માટે જરૂરી પુરાવા રજૂ કરવા પડશે. આ સાથે આ કોર્સ તેમને આગળ જતા કેવી રીતે ઉપયોગી થશે તે પણ સાબિત કરવું પડશે. રાજ્યમાંથી દર વર્ષે અંદાજીત 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા અભ્યાસ અર્થે જાય છે.
નવી યોજના હેઠળ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને ઓછા કુશળ કામદારો માટે વિઝા નિયમો પણ કડક કરવામાં આવશે. મીડિયા બ્રીફિંગમાં નવી 10-વર્ષની ઇમિગ્રેશન વ્યૂહરચનાનું અનાવરણ કરતાં, ગૃહ બાબતોના પ્રધાન ક્લેર ઓ’નીલે જણાવ્યું હતું કે અગાઉની સરકારે ઇમિગ્રેશન સિસ્ટમને “અસ્તિત્વમાં” છોડી દીધી હતી. આ વર્ષની શરૂઆતમાં કરવામાં આવેલી સમીક્ષામાં જાણવા મળ્યું હતું કે ઇમિગ્રેશન સિસ્ટમ “ખરાબ રીતે તૂટેલી” હતી – બિનજરૂરી રીતે જટિલ, ધીમી અને બિનકાર્યક્ષમ – અને મોટા સુધારાની જરૂર હતી. જૂન 2023 સુધીમાં ઓસ્ટ્રેલિયામાં રેકોર્ડ 510,000 લોકો આવવાની ધારણા છે, પરંતુ મંત્રીએ કહ્યું કે તેમની સરકાર સંખ્યાને નિયંત્રણમાં લાવશે અને વાર્ષિક ઇમિગ્રેશનમાં લગભગ 50 ટકાનો ઘટાડો કરશે.’