ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ૨૧ ખેલાડીઓ દ્વારા બીસીસીઆઇને રજુઆત કરતા ૩૬ કલાક જ ક્વોરન્ટાઇન રહેવાની છૂટ મળી

કોરોનાની મહામારીને કારણે આઇપીએલ આ વર્ષે ધક્કે ચડ્યું હતું . પરંતુ અંતે દુબઇ ખાતે આઇપીએલ રમવાની મંજૂરી મળતા દુબઈમાં મેચો રમનાર છે. ત્યારે કોરોનાની મહામારીનો કારણે દુબઇ આવતા તમામ ખેલાડીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ત્યારે દુબઇ આવેલા તમામ ૨૧ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ  અગાઉના નિર્ધારિત દિવસોને બદલે ૩૫ કલાક જ ક્વોરોન્ટાઇન રહેવું પડશે.

યુકેમાં વ્હાઇટ બોલ સિરીઝની તુલનામાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના  ખેલાડીઓની ક્વોરોન્ટાઈન ની  અવધિ ઘટાડવાની અપીલ કરી હતી. ત્યારે સૌરવ ગાંગુલીના નેતૃત્વ હેઠળ બીસીસીઆઈ યુએઈમાં સ્થાનિક અધિકારીઓ સાથે આ મુદ્દાને લાઇ ચર્ચા વિચારણા કરવામાં આવતા તમામ ૨૧ ખેલાડિઓની માંગ પુરી કરવામાં આવી હતી. ઈંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયાના તમામ ૨૧ ખેલાડીઓને પહેલાની જેમ ૬ દિવસ કોરોન્ટાન થવાને બદલે હવે ફકત ૩૬ કલાક જ કવોરંટાઇન રહેવુ પડશે.

સ્મિથ, ડેવિડ વોરનર, જોફ્રા આર્ચર, જોસ બટલર ગુરુવારે મોડી રાત્રે યુકે પહોંચ્યા હતા.અને કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યા હતાં. બોર્ડિંગ કરતા પહેલા એક ઝડપી પરીક્ષણ કરાવ્યો હતો. અને બીજો ટેસ્ટ યુકે પહોંચીને કરાવ્યો હતો. કોરોના ટેસ્ટ કરાવવાના પ્રોટોકોલ માંથી દરેક ખેલાડીએ પસાર થવું પડશે તેવું બીસીસીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આ પહેલા ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીએ બીસીસીઆઈને પત્ર લખી ને કોરોન્ટાઈ નો ૬ દીવસનો પિરિયડ ઘટાડી ૩ દિવસનો કરવા માટેનું સૂચન આપ્યુ હતું. બીસીસીઆઈ દ્વારા ક્વોરોન્ટાઈનનો ૩૬ કલાકનો સમય કારવાથી ચેન્નાઇ સુપર કિંગ, રાજસ્થાન રોયલ્સ,ના ખેલાડીઓ ઝડપથી તેમની ટીમ સાથે રમત રમવા જોડાઈ શકશે. જ્યારે કોલકાતા કિંગ રાઇડરના ઈઓન મોરગન, ટોમ બેન્ટન, પટ કુમિન્સ ખેલાડીઓને ૬ દિવસના કોરોન્ટાઇન થી બચી શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.