ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરતા ભારતે ઓસ્ટ્રેલિયાને 230 રનમાં ઓલઆઉટ કર્યું હતું. ભારત તરફથી યૂઝવેન્દ્ર ચહલે 6 વિકેટ લઈ ઓસ્ટ્રેલિયાની ઇંનિંગ્સને ક્યારેય ઝડપ પકડવા દીધી ન હતી. ઓસ્ટ્રેલિયા તરફથી હેન્ડકોમ્બે સૌથી વધુ 58 રન કર્યા હતા. તે સિવાય શોન માર્શ 39 અને ઉસ્માન ખ્વાજાએ 34 રન કર્યા હતા.

ચહલે 10 ઓવરમાં 42 રન આપી 6 વિકેટ લઈ ઓસ્ટ્રેલિયામાં કોઈ સ્પિનર દ્વારા સૌથી વધુ વિકેટ્સનો નવો રેકોર્ડ સ્થાપ્યો હતો. તે પહેલો ભારતીય સ્પિનર બન્યો જેણે ભારતની બહાર બે – પાંચ હોલ લીધી હોય. તે ઉપરાંત રવિ શાસ્ત્રી બાદ ઓસ્ટ્રેલિયામાં પાંચ વિકેટ લેનાર બીજો ભારતીય બોલર બન્યો છે. ભુવનેશ્વરે અને શમીએ 2-2 વિકેટ લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.