- ઉમિયાધામ મહોત્સવમાં વેણુ નદીના કાંઠે દરરોજ માતાની સહસ્ત્રદિપ આરતી: ગંગા આરતી જેવું અદભૂત દશ્ય સર્જાશે
- પાટીદારોને સમાજ વિકાસનો નૂતન પંથ નિર્માણ કરવા મહોત્સવના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણીની અપીલ
- રાજયપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતીમાં ગુરૂવારે સિદસરમાં વિશાળ કૃષિ સંમેલન
- મહોત્સવની સાથોસાથ રક્તદાન, ચક્ષુદાન, અંગદાન વ્યસનમૂક્તિ સહીતના કાર્યો થશે
આવતીકાલ તા. રપ ડીસેમ્બર-ર0ર4 થી જગત જનની ર્મા ઉમિયાના પ્રાગટયના 1રપ વર્ષ્ા નિમિતે યોજાનારા પ દિવસીય શ્રી 1ા શતાબ્દી મહોત્સવ ઉજવણીની સાથોસાથ સૌરાષ્ટ્રભરના અઢી લાખથી વધુ પાટીદાર પિરવાર માટે સામાજીક વિકાસનો નૂતન પંથ નિર્માણ કરશે તેમ ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા અને ઉમિયાધામના ચેરમેન મૌલેશભાઈ ઉકાણીએ જણાવ્યુ છે. ર્મા ઉમિયાની ભક્તિ થકી સરસ્વતીની સાધનાના સંકલ્પ સાથે દસ જેટલા સંમેલનોમાં વિવિધ ક્ષ્ેાત્રના આગેવાનો સમાજને નવી રાહ િંચંધવા પ્રરીત કરશે. મા ઉમિયાના દર્શન, મહોત્સવનો હાવો માણવા પાટીદાર સમાજનો માનવ મહેરામણ ઉમટશે. સિદસર ખાતે શ્રી 1ા શતાબ્દી મહોત્સવમાં સૌરાષ્ટભરના વિવિધ શહેરો તાલુકા તથા ગ્રામ્ય વિસ્તોરોમાંથી દરરોજ લાખો ભાવીકો ભાગ લઈ ર્મા ઉમિયાના ચરણોમાં શિશ ઝુકાવશે. પાંચ દિવસીય શ્રી 1ા શતાબ્દી મહોત્સવ દરમ્યાન દરરોજ સાંજે મા ઉમિયાના મંદિર સામે આવેલ વેણું નદીના કાંઠે ‘ર્મા ઉમિયાની’ સહસ્ત્રદિપ આરતી કરશે. વેણુ નદીના કાંઠે ખાસ બનાવવામાં આવેલ ‘વેણુધાટ’ ખાતે ભવ્યાતિભવ્ય આરતી થશે. આરતી સમયે ર્મા ઉમિયાના પ્રાગટયની યશોગાથા સાથેનો લેસર શો યોજાશે. મહોત્સવની આયોજન કમિટીના ચેરમેન ચિમનભાઈ શાપરીયા, મહામંત્રી જયેશભાઈ પટેલ, સહમહામંત્રી કૌશીકભાઈ રાબડીયાના જણાવ્યા અનુસાર હિરદ્વાર ગંગાધાટે યોજાતી આરતી જેવો જ ભવ્યાતિભવ્ય અને મનોરમ્ય દશ્ય ર્મા ઉમાની આરતી સમયે યોજાય તે માટે વેણુ નદીમાં લાઈટીંગ અને ડેકોરેશન લેસર શો સહીતનું આયોજન કરવામાં આવ્યુ છે. ઉમિયાધામ સિદસરમાં ર્માના સાનીધ્યમાં યાત્રાળુઓ ભાવીકો આ આરતીના દર્શન અલૌકિક અને યાદગાર બની રહેશે.
સેવા અને સમપર્ણ દ્વારા સમાજ વિકાસની ભાવના પ્રજજવલીત કરવા યોજાઈ રહેલ મા ઉમિયાના સિદસર ખાતેના મહોત્સવમાં ઉમિયા ભક્તો દ્વારા વિક્રમજનક ચક્ષ્ાુદાન અને અંગદાન થાય તેવું આયોજન થઈ રહયું છે. ચક્ષ્ાુદાન કેટલું સરળ છે, ચક્ષ્ાુદાન કઈ રીતે થઈ શકે અને તે માટે કોનો સંપર્ક કરવો પડે તેની લોકોમાં જાણકારીનો અભાવ છે. હકીક્તમાં કોઈપણ વ્યક્તિ પોતાની હૈયાતિમાં એક સાદુ ફોર્મ ભરીને પોતાના મૃત્યુ પછીનું નેત્રદાન જાહેર કરી શકે છે. વ્ય્ક્તિના મૃત્યુ પછી તેમના પિરવારજનો ઈચ્છે તો તેઓ પણ મૃત વ્યક્તિની આંખો તેમજ અંગો દાનમાં આપી શકે છે. સિદસર ખાતે શ્રી 1ા શતાબ્દી મહોત્સવમાં આવતા ભાવીકોમાં ચક્ષ્ાુદાન અંગદાન અંગે જાગૃતિ ફેલાવવા માટે મહોત્વમાં વિવિધ જગ્યાઓ પર 1પ બાય 1પ ના 4 ડોમ ની વ્યવસ્થા કરવામાં આવી છે.
સિદસર ખાતે તા. ર6 ને ગુરૂવારના રોજ સવારે 8 કલાકે યોજાનાર કૃષિ સંમેલનમાં સમારોહના અધ્યક્ષ્ા તરીકે ઉમિયાધામ સિદસરના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, ઉદધાટક તરીકે ગુજરાત રાજયના મહામહિમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી મુખ્ય મહેમાન તરીકે કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી રાધવજીભાઈ પટેલ, જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવરીયા ઉપસ્થિત રહેશે.
બપોરબાદ 3 કલાકે યોજાનાર સામાજીક સંમેલનમાં સમારોહના અધ્યક્ષ્ા તરીકે ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના પ્રમુખ બાબુભાઈ જમનાદાસ પટેલ, ઉદધાટક તેમજ મુખ્ય વક્તા તરીકે સાંસદ પરસોતમભાઈ રૂપાલા, મુખ્ય મહેમાન તરીકે સમુધ્ધિ યોજના-ર ના મહાપદમ દાતા જીવનભાઈ ગોવાણી, અતિથિ વિશેષ તરીકે વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદના પ્રમુખ આર.પી.પટેલ, ખોડલધામ કાગવડના પ્રમુખ નરેશભાઈ પટેલ સહિતના અગ્રણી ઉ5સ્થિત રહ્યા હતા.