વૃક્ષારોપણ અભિયાન અને યુથ પાર્લામેન્ટ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે: ડો. પ્રશાંત કોરાટ
સ્વાતંત્ર્ય પર્વ નિમિતે રાજયભરમાં ફરી દેશભકિતનો માહોલ ઉભો કરવા માટે યુવા ભાજપ દ્વારા 11 થી 13 ઓગષ્ટ દરમિયાન તિરંગા વિતરણ કરવામાં આવશે સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંઘ્યાએ 14મી ઓગસ્ટના રોજ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
યુવા મોરચા દ્વારા આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે મીડિયાને સંબોધતા ડો.પ્રશાંત કોરાટે જણાવ્યું હતું, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દેશને આત્મનિર્ભર અને શ્રેષ્ઠ ભારતની નેમ મજબૂત કરવા દેશના યુવાનો પર ભાર મુક્યો છે અને આજનો યુવા જોબ સિકર કરતા જોબ ગિવર બને તે દિશામાં અનેક કામો કર્યા છે જેના પરિણામે દેશના યુવાનો આજે દરેક ક્ષેત્રે આગળ છે. ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકરો આગામી લોકસભા ચૂંટણીમાં પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી ભાજપા પાર્ટીને પ્રચંડ જીત અપાવે તે માટે યુવા મોરચા દ્વારા આવનાર દિવસોમાં વિવિધ કાર્યક્રમો યોજનાર છે.
સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે રાજયભરમાં યુવાનો દેશભક્તિના રંગમાં રંગાય તે માટે 11,12 અને 13 ઓગસ્ટે તિરગાનું વિતરણ કરી વિશેષ ઝુંબેશ ચલાવશે અને વિવિધ શહેરમાં તિરંગા વિતરણ કરવામાં આવશે. 14 મી ઓગસ્ટ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત મશાલ રેલીનું આયોજન રાજયના તમામ તાલુકા અને શહેરોમાં કરવામા આવશે.
મેરી માટી મેરા દેશ અંતર્ગત આગામી સમયમાં દેશ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તેમજ રાજયના યુવક બોર્ડ દ્વારા યુથ પાર્લામેન્ટનું આયોજન થનાર છે જેમાં યુવા મોરચાના કાર્યકરો જોડાશે. આવનરા દિવસમાં રાજયના નવ યુવાનો ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને જાણે અને પક્ષ સાથે જોડાઇ દેશના વિકાસમાં મહત્વનો ફાળો આપે તે દિશામાં વિધ કાર્યો હાથ ધરાશે.
ભાજપ યુવા મોરચાની બેઠક યુવા મોરચાના અધ્યક્ષ ડો.પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ બેઠકમાં પ્રદેશ યુવા મોરચાની ટીમ, જિલ્લાના યુવામોરચાના પ્રમુખઓ અને પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં યુવા મોરચા દ્વારા આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી.