નવી ઓવરહેડ ટેન્કમાંથી વોટર સપ્લાય માટે રૂ.૪૯ લાખ, એમએસડબલ્યુ ભવનના વિસ્તરણ માટે રૂ.૧૧ લાખ સર્વાનુમતે મંજુર કરાયા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એસ્ટેટ કમિટીની બેઠક આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયેલ હતી. આજની આ મીટીંગમાં કેમ્પસમાં વિવિધ માળખાકીય સુવિધાઓના સંદર્ભમાં ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી. આ મીટીંગમાં યુનિ.પર ઓડીટોરીયમ બનાવવા રૂ.૨૦ કરોડ મંજુર કરાયા છે. ઉપરાંત એસ્ટેટ કમિટીની બેઠકમાં યુનિવર્સિટી કેમ્પસ પર ચાર જનરેટર સેટની કામગીરીના ટેન્ડર અન્વયે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી અને ચર્ચા વિચારણાના અંતે લોએસ્ટ રકમ રૂ.૪૪,૮૩,૩૭૫/-નો ખર્ચ સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતો. કેમ્પસ પર જુદા જુદા બિલ્ડીંગ માટે આર.ઓ. પ્લાન્ટ તથા વોટર કુલર સપ્લાય તથા ફીટીંગ કરવાના કામ અન્વયે ટેન્ડર પરત્વે આજની એસ્ટેટ કમિટીની બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી અને વિસ્તૃત ચર્ચા વિચારણાને અંતે લોએસ્ટ રકમ રૂ.૨,૪૫,૯૭૦/-નો ખર્ચ સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતો.
યુનિવર્સિટી કેમ્પસ પર એમ.એસ.ડબલ્યુ ભવનના એક્ષટેન્શનની કામગીરી અન્વયે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી અને લોએસ્ટ રકમ રૂ.૧૧,૨૪,૮૩૫નો ખર્ચ સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતો. કેમ્પસ પર વાઈન્ડનીંગ ઓફ એકસઝીસ્ટીંગ સી.સી.રોડના કામ અન્વયે એસ્ટેટ કમિટીની બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી અને ચર્ચા વિચારણાને અંતે લોએસ્ટ રકમ રૂ.૬૦,૨૨,૮૩૯/-નો ખર્ચ સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પર ઓડીટોરીયમના બાંધકામ અંગે આજની એસ્ટેટ કમિટીની બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી અને વિસ્તૃત ચર્ચા વિચારણાને અંતે લોએસ્ટ રકમ રૂ.૯,૨૦,૫૨,૧૬૭/-નો ખર્ચ મંજુર કરવામાં આવેલ હતો.
એસ્ટેટ કમિટીની મીટીંગમાં કેમ્પસ ખાતે નવી બનાવેલ ઓવરહેડ ટેન્કમાંથી વોટર સપ્લાય નેટવર્કનો ડીટેઈલ પ્લાન અને ડીટેઈલ એસ્ટીમેટ પરત્વે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી અને વિસ્તૃત ચર્ચા વિચારણાને અંતે અંદાજીત ‚ા.૪૯,૭૧,૮૦૬/-નો ડીટેઈલ એસ્ટીમેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતો. આ મીટીંગમાં સિન્ડિકેટ સભ્યો સર્વ ડો.અનિરુઘ્ધસિંહ પઢીયાર, ડો.વર્ષાબેન છીછીયા, ડો.હરદેવસિંહ જાડેજા, નિષ્ણાંતો ડો.નિદત બારોટ, રાહુલ મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.