૯૦ સ્પર્ધકોએ આપ્યા ઓડીશન: ૨૭મીએ સેમીફાઈનલ
રાજકોટમાં સિઝન્સ સ્કેવર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સિઝન્સ સ્કવેર કલબ દ્વારા કરાઓકે ઓપન સૌરાષ્ટ્ર સીગીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ઓડિશન રાઉન્ડ તા.૧૯ અને તા.૨૦ના રોજ કરવામાં આવ્યો હતો. તેમજ સિઝન્સ સ્કવેર કલબનાં પ્રમુખ અજયભાઈ જોશીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ સતત ત્રીજા વર્ષે થઈ રહ્યો છે.
લોકોનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. તેમજ સારા સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. તેમજ શનિવારે ૮૦ થી ૯૦ સ્પર્ધકોનું ઓડિશન રાખવામાં આવ્યું હતું અને રવિવારે બાકી રહેલા સ્પર્ધકોનું ઓડિશન રાખવામાં આવ્યું હતું. તેમજ સૌરાષ્ટ્ર યુનિ., ફુલછાબ, સુરક્ષા સેતુ સોસાયટીના સહકારથી આ આયોજન કરવામાં આવે છે. તેમજ આગામી ૨૭ તારીખે સેમીફાઈનલ રાખવામાં આવ્યું છે અને ફાઈનલ રાઉન્ડ તા.૩ના રોજ રાખવામાં આવ્યું છે.
સત્યેન્દ્ર તિવારી કલબના પ્રેસીડેન્ટે કહ્યું હતું કે, કરાઓકે છે તે કોમ્પીટીશન નથી પરંતુ તે સંગીત કાર્યક્રમ છે. અહીં આવીને લોકો ખુબ જ આનંદ કરે છે અને સંગીતમય માહોલ બને છે. ૨૦૦ થી ૨૫૦ લોકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે. તેમજ બહારગામથી જેમ કે જુનાગઢ, હળવદ, ધ્રાંગધ્રા વગેરે આખા સૌરાષ્ટ્રમાંથી ટીમ આવેલી છે. અહીં નાના બાળકોથી લઈને મોટી વયના લોકો પણ આ સ્પર્ધામાં ભાગ-લે છે. અહીં લોકોને ખુબ જ સારું પ્લેટફોર્મ મળે છે.
પરિમલ ગેલાણી (જજ)એ કહ્યું હતું કે, છેલ્લા ૩ વર્ષથી આ આયોજન કરવામાં આવે છે અને ખુબ સારું કામ કરે છે. તેમજ સૌરાષ્ટ્રમાંથી સારા-સારા સિંગરોને બહાર આવવાની તક મળે છે. મને મ્યુઝિકનો ૪૦ વર્ષનો અનુભવ છે. દર વર્ષે જે સ્પર્ધકો છે તે વધારે બહાર આવે છે. તેમજ આ વર્ષ પણ સારા સિંગરો છે. દર્શિત કાચા (જજ)એ જણાવ્યું હતું કે, હું છેલ્લા ૩ વર્ષથી અહીં જજ છું. આ એક ખુબ સારી પ્રવૃતિ છે અને તેનાથી યંગસ્ટરો ખુબ જ સારો રસ ધરાવે છે અને શોખ થયો છે. હું મ્યુઝીક ડિરેકટર છું અને લાઈવ પ્રોગ્રામ પણ આપું છું. મને છેલ્લા ૨૨ વર્ષનો અનુભવ છે.
ખ્યાતિ પંડયા (જજ)એ કહ્યું હતું કે, મને ખુબ જ સારું લાગે છે અને પહેલા વર્ષે હું સ્પર્ધક હતી તેમજ વિનર પણ બની હતી અને મારું સૌભાગ્ય છેકે ત્રીજા વર્ષે મને જજ તરીકે નિમણુક કરવામાં આવેલ છે. હું સિગીંગ ફિલ્ડમાં છેલ્લા ૫ થી ૬ વર્ષથી છું. દર વર્ષે સારા-સારા સ્પર્ધકો આવે છે અને આ વખતે જજ કરવું ખુબ જ ટફ છે એટલા સારા સ્પર્ધક છે. નિલય ઉપાધ્યાય (જજ)એ જણાવ્યું હતું કે, હું ૮ વર્ષથી સિંગીંગ કરુ છું. મને ખુબ આનંદ થાય છે અને અમે જયારે આ કાર્યક્રમની શરૂઆત કરી હતી ત્યારે સ્પર્ધકો પણ ન હતા અને હવે વધુ સિંગરો તૈયાર થાય છે તેનો આનંદ છે. દર વર્ષ સ્પર્ધકો વધતા જાય છે અને લોકોને સારું પ્લેટફોર્મ મળે છે. તેમજ ખાસ કરીને ચાઈલ્ડમાં સારા સિંગરો છે.
રીના અંકલેશ્ર્વરીયા (સ્પર્ધક)એ કહ્યું હતું કે, મને ખુબ સારું લાગે છે અને હું ૧૦ વર્ષથી સિંગીંગ કરુ છું. હું કોલેજ અને સ્કુલમાં પણ ગાવ છું અને અહીં મારો પહેલો અનુભવ છે. પ્રફુલા બારોટ (સ્પર્ધક)કે કહ્યું હતું કે, મને ખુબ સારું લાગે છે અને આજ સુધી મેં ગુજરાતીમાં જ ગાયેલું છે અને આજે મને હિન્દી ગીત ગાઈ ખુબ જ મજા આવી અને મને ખુબ જ સારું લાગ્યું મને ૧૦ થી ૧૫ વર્ષનો અનુભવ છે. અજય દવે (સ્પર્ધક)એ જણાવ્યું હતું કે, સિઝન્સ સ્કવેર કલબ, ફુલછાબ, યુનિ.આ બધાનું ખુબ જ સારું આયોજન છે. હું એક સ્પર્ધક છું અને દરેકનો ખુબ સારો સહકાર મળેલ છે. હું સંગીત સાથે આઠ થી દસ વર્ષથી જોડાયેલો છું. મેં ત્રીજી વાર ભાગ લીધો છે.
તેજસ્વી ઠુંમર (સ્પર્ધક)એ કહ્યું હતું કે, મને ખુબ જ સારું લાગે છે અને મેં પહેલીવાર ભાગ લીધો છે. હું છેલ્લા એક અઠવાડિયાથી પ્રેકટીસ કરતી હતી. ચિંતન દોશી (સ્પર્ધક) જણાવ્યું કે, હું જુનાગઢથી આવું છું. હું છેલ્લા ૩ વર્ષથી આ સ્પર્ધામાં ભાગ લઉ છું અને આ કલબમાં મેમ્બર પણ છું અને બધા ખુબ સારી રીતે ભાગ લે છે. હું દસ વર્ષથી અનુભવી છું. સોનિયા કારીયા (સ્પર્ધક)એ કહ્યું હતું કે, મને ખુબ જ મજા આવી. મેં પહેલી વખત આ સ્પર્ધામાં ભાગ લીધો છે. હવે એમ થાય છે કે આમાં આગળ વધીએ. મને ખુબ જ સારું પ્લેટફોર્મ મળ્યું અને ખુબ જ એન્જોય કર્યું.
તેજસ ત્રિવેદી (ગેસ્ટ)એ જણાવ્યું હતું કે, આ એક ખુબ જ સુંદર આયોજન છે અને મેં ગયા વર્ષે ભાગ લીધો હતો. એક ગાયકને ખુબ જ સારું સ્ટેજ મળી શકે. ગાયકને પ્રોત્સાહિત કરે એ એક સારી વસ્તુ છે અને મેં પુરતી મહેનત કરી હતી. જેના ફળ સ્વરૂપે હું વિજેતા થયો હતો. રાજકોટમાં સંગીતનો અવિરતપણે ભંડાર ભરેલો જ છે. અહીં દરેક સ્પર્ધકને માનપૂર્વક સહકાર મળે છે અને આગળ વધે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com