દામનગર પંચાયત માંથી રૂપાંતર વર્ષ 2005 માં શહેરી વિકાસ વિભાગ દરજ્જો પ્રાપ્ત કરતા બુનિયાદી સુવિધા માટે ગુજરાત સરકારે અનેક અનેક યોજના હેઠળ કરોડોની ગ્રાન્ટ ફાળવી યાંત્રિક સાધનો કર્મચારી સ્ટાફ સાથે શહેરી વિસ્તાર ને મળતી સુવિધા ઑથી સુસજ્જ થવા સ્વર્ણિમ મુખ્ય મંત્રી સ્વચ્છતા અભિયાન આરોગ્ય શિક્ષણ સહિત ના વિભાગો હેઠળ દામનગર “ડ” વર્ગ ની પાલિકા ને જે ખર્ચ જન કલ્યાણ માટે જાહેર સુખાકારી માટે આપ્યો તેમાંથી પારદર્શી પ્રમાણિક વહીવટી ને બદલે દામનગર નગરપાલિકા ના ગોબરા વહીવટ ની પરંપરા ઉતરોતર ચાલી આવે છે

રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા યોગ્ય તપાસ અને નિયંત્રણ જરૂરી

વર્ષ 2020/21  ના ઓડિટ અહેવાલ માં  1115 વાંધા સાથે રૂપિયા 11.4235853 અગિયાર કરોડ બેતાલીસ લાખ પાંત્રીસ હજાર આઠ સો ત્રેપન વિવિધ સરકારી હેડ જમાં કરાવવા જિલ્લા સહાયક નિરીક્ષણ સ્થાનિક ભંડોળ જાહેર હિસાબ વિભાગ ની નોંધ પણ  આ ભ્રષ્ટ શાસકો ભરશે કે ટર્મ પુરી કરી લીલા લહેર કરશે ? ઉતરોતર વધતા પારા સરકારી ઠરાવો પરિપત્રો  સરકારી નાણા નીતિ ઓને અવગણી હિત સબંધ ની જોગવાઈ વિરુદ્ધ વેપાર પાલિકા અધિનયમ ની જોહવાઈ ને અનુચર્યા વગર બિલ ભાવ ચૂકવાના કે ઇન્કમટેક્ષ લેબર સેસ શ્રમ મંત્રાલય  સહિત ની કચેરી ઓના ચલણ કાપ્યા વગર સરકારી કચેરી ઓના કરવેરા કપાત કર્યા વગર ચુકવણી ઓ મંજુર મહેકમ થી વધુ 35 લાખ નું ચુકવણી સહિત ની બાબતે જિલ્લા સહાયક નિરીક્ષક જાહેર હિસાબ લોકલ ફંડે દહેશત સાથે 1115 પારા દુરસ્ત કરવા અને ખુલાસા કરવા દર વર્ષે ના ઓગસ્ટ માં જે તે હેડ નાણાં જમા કરાવી લેવા ના અધારો રજૂ કરવા ની તાકીદ નો અમલ નહિ થતા આજે 11 કરોડ થી વધુ ની ગંભીર નાણાંકીય વિષમતા માટે કોની જવબદારી ? પ્રજા ના કર ના પેસા નો આટલો બધો વ્યય કેમ ? સરકારી ઔચિત્ય વિરુદ્ધ નીતિ નિયમો ઠરાવો પરીપત્રો થી નિર્દેષ્ટ કરેલ વ્યવસ્થા ઓ હોવા છતાં આચરણ કેમ નહિ ? આ અંગે પ્રાદેશિક કમિશનર કચેરી શહેરી વિકાસ વિભાગ મ્યુનિસિપાલટી એડમિમિસ્ટ્રેટ વિભાગ યોગ્ય તપાસ અને જરૂરી નિયંત્રણ નહિ મૂકે તો આ આંકડો ક્યાં પહોંચશે ?  ઉતરોતર સુધરાઈ શાસકો આવી રોન ક્યાં સુધી કાઢતા રહેશે ? સરકાર એક બાજુ ભરોસા ના સરકાર હોવા ની ખાત્રી આપે છે ત્યારે સ્થાનિક કક્ષા એ ભ્રષ્ટાચાર માં ગળાડૂબ આટલું બધું ખોટું કરે છે તેના પર જરૂરી નિયંત્રણ અને તપાસ કરી કાર્યવાહી કરે તે જરૂરી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.