ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદમાં રાષ્ટ્રદ્રોહનો ગુન્હો દાખલ કરવા ભાજપની માંગ: એએસપીને આવેદન
જેતપુરના નવાગઢના મુસ્લિમ શખ્સ દ્વારા ભગવાન રામને, રાષ્ટ્રને, હિન્દુઓને તેમજ વડાપ્રધાન સામે મળે તો ગોળી મારી આપવાની ધમકી આપવામાં ધાર્મિક લાગણી દુભાવવાની ફરીયાદમાં રાષ્ટ્ર દ્રોહનો ગુન્હો દાખલ કરવા ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હિન્દૂ સ્વાભિમાન રેલી યોજી એએસપીને આવેદનપત્ર આપી માંગ કરી હતી. જેતપુરના નટુભાઈ બુટાણીને બે દિવસ પૂર્વે શહેરના નવાગઢ વિસ્તારમાં રહેતો જાવીદ ભીખુભાઈ કુરેશી નામના મુસ્લિમ શખ્સે મોબાઈલ પર કોલ કરી નવ મિનીટ જેટલો સમય વાત કરી હતી.
આ દરમીયાન ભાજપને પૂર્વ મંત્રી જયેશભાઇ રાદડીયાને, હિન્દુઓને, દેશના વડાપ્રધાન મોદીની, ભગવાન રામને તેમજ રાષ્ટ્રને ભૂંડી ગાળો કાઢે છે. અને મોદી સામે મળે તો બંદૂકની ગોળી મારી દઉં તે મુજબની ધમકી પણ આપે છે. અને અંતે નટુભાઈને પણ ભાજપની કોઈ પોસ્ટ સોશ્યલ મીડિયા પર શેર કરશે તો નવાગઢમાં લઈ જઈને મારમારી જાનથી મારી નાખશે તેવી ધમકી આપવાના બનાવમાં સીટી પોલીસે ભગવાનને ગાળો આપવા બદલ ધાર્મિક લાગણી દુભાવાની તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની આઈપીસી ક.295 એ, 504, 506(2) હેઠળ ફરીયાદ નોંધી હતી.
પરંતુ આ બનાવમાં આ શખ્સ રાષ્ટ્રને પણ ગાળો આપતો હોવાથી તેની સામે રાષ્ટ્ર દ્રોહની કલમ ઉમેરવા ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા શહેરના સરદાર ચોકથી હિન્દુ સ્વાભિમાન પદયાત્રા યોજી મામલતદાર તેમજ એએસપીને આવેદનપત્ર આપ્યું હતું.