લાઈટીંગ દ્વારા જીવન ચરિત્ર ઉપર ઝાંખી કરાઈ: ‘નમક થી નમક સુધી’ નાટકનો હજ્જારો દર્શનાર્થીઓએ લાભ લીધો
શહેરના ગાંધી મ્યુઝિયમ ખાતે પ્રથમ વખત ગાંધી જીવન ચરિત્ર પર નાટક રજૂ કરવામાં આવ્યું હતું. સાથે જ લાઈટીંગ ચિત્ર દ્વારા પણ ગાંધીજીની જીવન ચિત્ર બતાવવામાં આવ્યું હતું. આ નાટક ૮ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા. આ નાટક દ્વારા ગાંધીજીના જીવન અંગેની માહિતી તથા તેમના જીવન અંગેની શિક્ષા આપવામાં આવી હતી.
‘અબતક’ સાથેની વાતચીતમાં રાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે, તેઓ અમદાવાદથી આવ્યા હતા અને ગાંધી મ્યુઝિયમ રાજકોટ ખાતે નમક થી નમક સુધી ગાંધી વિચારનું નાટકનું આયોજન કરેલુ હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજન કર્યું હતું અને પ્રેક્ષકોની સામે રજૂ કર્યું હતું. આ નાટક મે જ લખ્યું છે અને ગયા વર્ષે દાંડી રથ ઉપર એટલે કે, અમદાવાદ આશ્રમથી લઈને દાંડી સુધી અને બાર સો કે જયાં ગાંધીજી રોકાયા હતા ત્યાં બધે જ શો કર્યા હતા.
ત્યારે પણ આવ્યો હોલમાં પ્રેક્ષકો બેઠા હતાં. ત્યારે નાટક શરૂ થયું અને પુરું થયું ત્યાં સુધી મને ગાંધીજીના ‚પમાં જોઈને સાક્ષાત ગાંધીજીને જોતા હોય તેવા પ્રેક્ષકોના ભાવ જોવા મળ્યા હતા અને ત્યારે એવું લાગ્યું કે હું સાક્ષાત ગાંધીજીને આ નાટકમાં રજૂ કરાવી રહ્યો છો અને ત્યારબાદ અઢળક લોકો નાના બાળકોથી માંડીને મોટા સુધી બધા જ લોકો સેલફી પડાવા આવ્યા હતા અને આ નાટક ગાંધીજીના મીઠાના સત્યાગ્રહ પર કર્યો હતો અને અમારું નાટક પ્રો રેકોડેડ પ્લે હતો.
રાજકોટના દર્શકોને ખુબ જ મજા આવી જેથી અમને પણ ખુબ જ મજા આવી સત્યની પાછળ કશું જ નહીં અને ગાંધીજીએ જે સત્ય આપ્યું છે તેના પર ચાલો હંમેશા અને જે લોકો ના મોઢામાંથી જુઠ નીકળી જાય તેવા લોકોને કાંઈ રહેતુ જ નથી સત્યને માણસ ખાલી એકને જ પાડશે તો શાયદ દેશ આગળ આવશે એ પછી ટ્રાફિકના નિયમમાં કોઈકે વિદ્યાર્થી પોતાના વર્ગની અંદર પરીક્ષા આપતો હોય પણ જે સત્યનું પાલન કરશે તો તે દેશ માટે ખુબજ સારું કામ કરી શકીશું.
‘અબતક’ સાથેની વાતચીતમાં વીપુલ ગુણીયાએ જણાવ્યું હતું કે, તેઓ પ્રોજેકટ મેનેજર રાજકોટ મહાનગરપાલિકા મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે પ્રમોશનલ એક્ટિવિટીના ભાગરૂપે અમારી એજન્સી દ્વારા ગાંધીજી ઉપર એક સુંદર ડ્રામા રજૂ કર્યો હતો. જેમાં મહાત્મા ગાંધીજીએ જે દાંડી યાત્રા કરી હતી. તેમના ઉપર એક નાટક રજૂ કર્યું હતું. જેમાં એક હજાર જેટલા લોકોએ ભાગ લીધો હતો અને કલાકારોએ અલગ અલગ થીમ ઉપર ગાંધીજી, કસ્તુરબા, અંગ્રેજોએ સુંદર નાટક રજૂ કર્યું હતું. નાટક પૂરું થયા પછી લાઈટ એન્ડ સાઉન્ડ-શોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.