સપ્ત સંગીતિ સંગીત સમારોહના પ્રથમ દિવસે તન્મય- ઈન -હાર્મની બેન્ડના કલાકારો તન્મય દેવચકેનું હાર્મોનિયમ વાદન, અભિષેક ભૂરૂકની ડ્રમ સંગત, આશય કુલકર્ણીનું તબલા વાદન, રાહુલ વાધવાણીની કીબોર્ડ સંગત, તન્મય પવારનું ગિટારવાદન, અમિત ગારગીલનું બાઝ ગીટાર અને તેમની સાથે વિરાજ ભાવસાર અને દેશણા ભાવસારના કંઠ્ય સંગીત એ શાસ્ત્રીય સંગીત અને પાશ્ચાત્ય સંગીતના અદભુત સમન્વય રૂપ ફ્યુઝન મ્યુઝિકની પ્રસ્તુતિએ અલૌકિક માહોલ સર્જ્યો હતો. આજનો આ કાર્યક્રમ પ્રથમ દિવસના પેટ્રન (ઊઈઇંઉંઅઢ) એચ.જે. ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના વિનોદભાઈ દોશી, દેવેનભાઈ દોશી અને પારસભાઈ દોશીના સહયોગથી અને શુભેચ્છક નયનાબેન મારું અને ડો. અવિનાશભાઈ મારુંના સહયોગથી શક્ય બન્યો હતો. દાતાઓ દ્વારા દિપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
દિલ ચાહતા હૈ, રોઝા જાને મન, ચંદારે ચંદારે, પિયા કિયાઆયે, સહિતના બોલીવુડના ગીતોની પ્રસ્તુતિ પર શ્રોતાઓ થયા ઓળઘોળ: પ્રથમ દિવસે જ જબ્બર પ્રતિસાદ
આજે પદ્મશ્રી ડો. શુભ મુદગલ સહિતના કલાકારોનું શાસ્ત્રીય સંગીત માણી શકાશે
કાર્યક્રમની શરુઆત તન્મયજી દેવચાકે તેમની પ્રસ્તુતિમાં રાગ પીલુ પર આધારિત બોલીવુડના ફિલ્મો ના ગીતોમાં આર. ડી. બર્મનથી લઈને હાર્ડકોર મ્યુઝિક સુધીની સફર કરાવી હતી. તેમણે રાગ પીલુ પર આધારિત ફિલ્મી ગીતો જેવા કે ચુરા લિયા હે તુમને, ગરજ ગરજ આયે બદરા, ચંદા રે ચંદા જેવા ગીતો અને તેની સાથે રાગ પીલુમાં શુધ્ધ શાસ્ત્રીય તાનો પ્રસ્તુત કર્યા હતા. હાર્મોનિયમને મુખ્ય વાદ્ય તરીકે પ્રસ્થાપિત કરીને કીબોર્ડ, ગિટાર, તબલા, ડ્રમ અને બાઝ ગીટાર જેવા વાદ્યોને તેટલું જ મહત્વ આપતા દરેક કલાકારોએ પોતાનું સોલો પરફોર્મન્સ રજૂ કર્યું હતું. તન્મયજી એ કહ્યું કે રાગ પર આધારિત બોલીવુડના ગીતોને આધારે સામાન્ય જનતા કે જેઓ શાસ્ત્રીય સંગીતથી પરિચિત નથી તે પણ તે ગીતને સાંભળી અને જે-તે રાગ સાથે પોતાને જોડી શકે છે અને રાગને પારખી શકે છે.
ત્યારબાદ ગુણી શ્રોતાઓને કોઈપણ ગીતની ફરમાઈશ કરવાનું કહ્યું ત્યારે ’દિલ ચાહતા હૈ’ ગીતની ફરમાઈશ ઉપર રાગ ભીમપલાસીમાં ગત થી કરવટ લઈને અલગ અંદાજમાં મધ્યલય, ધૃતલય અને અતિ ધૃતલય અને ફરીથી મધ્ય પર પ્રસ્તુતિ કરી દર્શકોના મન મોહી લીધા હતા. બીજી પેશકશમાં વેસ્ટર્ન મ્યુઝિક બેઈઝ પર્ફોમન્સ રજૂ કર્યું હતું અને ઓડિયન્સને હાર્મની અને મેડલીમાં શું અંતર છે તે સમજાવ્યું હતું. તેમણે ઓડીયન્સને ત્રણ ભાગમાં વિભાજીત કરી દરેક ભાગને એક-એક સૂરની પ્રેક્ટિસ કરાવી અને પછી બધાને એક સાથે ગવડાવી અને હાર્મની કોને કહેવાય અને સાંભળવામાં કેટલી કર્ણપ્રિય લાગે તેનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ બેન્ડના જ કલાકાર અભિષેક ભરૂકે તેમના ડ્રમના તાલે ઓડીયન્સને તાલ આપવાનું કહી શ્રોતાઓને ઉત્સાહિત કરી દીધા હતા. તન્મયજી એ યાદ પિયા કિયા આયે’ બંદિશને પાશ્ચાત્ય સંસ્કૃતિના પોપ્યુલર સંગીત જાઝ મ્યુઝિકમાં પ્રસ્તુત કરી હતી અને જાઝનું સ્વરૂપ કેવું હોય તેની સમજૂતી આપી હતી. આમ ભારતીય સંગીત અને પશ્ચિમી સંગીત નો અદભુત સંયોગ કરીને ઓડિયન્સની વાવવાહી મેળવી હતી.
કાર્યક્રમના મધ્યભાગમાં તન્મય દેવચાકે લોક ડાઉન જેવા સમયમાં કૌશલ્યનો ઉપયોગ કેવી રીતે કર્યો હતો તે સમજાવતા અલગ અલગ ફોનની રીંગટોન ઉપર ટ્રેક બનાવીને નવીન સ્વરૂપે શ્રોતાઓ સમક્ષ રજૂ કર્યા હતા. ત્યારબાદ તેમણે તાલ કહેરવા, દાદરા અને રૂપકના બોલ સાથે ઓડિયન્સને તાલ આપવા પ્રેરિત કર્યા હતા. ગઝલનું મેડલી રજૂ કરતા તેમણે જણાવ્યું કે ગઝલ અને હાર્મોનિયમ એકબીજાને દાયકાઓથી પૂરક રહ્યા છે. ગઝલમાં અતિ પ્રચલિત ’આજ જાને કી જીદ ના કરો, ’ચુપકે ચુપકે રાત દિન, ગઝલો પર દરેક વાદ્યકારોની જુગલબંદી ભેળવી અને સુંદર મેડલી રજૂ કરી હતી. ત્યારબાદ ગ્રુપના જ કલાકારા દેશણા અને વિરાજ ભાવસાર દ્વારા રાગ તિલક કામોદની બંદિશ નીર ભરન કૈસે જાઉ ઉપર ધ્રુવા ટ્રેકની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. તેમાં તન્મયજીના અનુરોધથી ઓડીયન્સમાં બેઠેલા તમામ શ્રોતાઓ એ પોતાના મોબાઈલની ફેલેશ લાઇટ ચાલુ કરી ધ્રુવા એટલે ધ્રુવ તારાની જેમ આખા ઓડિયન્સમાં પ્રકાશ ઝળહળાવી દીધો હતો. અંધારામાં ઓડીટોરીયમ મોબાઇલની ફ્લેશ લાઇટથી આકાશગંગા જેવું ભાસતું હતું.
સભાના અંતભાગમાં શ્રોતાઓની ની ફરમાઈશ પર રાગ મિશ્ર માંડમાં રાજસ્થાની ગીત કેસરિયા બાલમાં બે અંતરા સાથે ખુબ સુંદર રીતે પ્રસ્તુત કર્યું હતું. ત્યારબાદ ગુજરાતની ઓળખ સમાન ગરબાની ધૂન સાથે તન્મય ઇન હરમની બેન્ડની આખરી રજૂઆત પ્રસ્તુત કરી હતી જેમાં વિવિધ ગરબા જેવા કે રંગી પરોઢ આવી, મેળાનો મને થાક લાગે, તને જાતા જોઈ પનઘટની પાળે અને મોર બની થનગાટ કરે જેવા અતિ પ્રચલિત ગરબાઓને ખુબ સુંદર રીતે પ્રસ્તુત કરી ઓડિયન્સનું સ્ટેન્ડિંગ ઓવેશન મેળવ્યું હતું.
આજે પદ્મશ્રી, ડો. શુભ મુદગલજી સહિતના કલાકારોનું શાસ્ત્રીય સંગીત માણી શકાશે
ધ્વનિ વછરાજાની (તાનપુરા): ડો.ધ્વનિ વછરાજાની રાજકોટ સ્થિત શોભાજીના શિષ્યા છે. રાજકોટ ખાતે ઈંગ્લીશ ભાષાના પ્રોફેસર છે. ધ્વનિએ સપ્ત સંગીતીમાં અગાઉ ગાયન રજુકરેલું છે. અન્ય શહેરો માં પણ ઘણા કાર્યક્રમો આપ્યા છે.
પૂજા વજીરાની (તાનપુરા): પૂજા અમદાવાદ સ્થિત શુભાજીના સીનિયર શિષ્યા છે. તેમણે સપ્તક સંગીત સમેલન માં ગાયન પ્રસ્તુત કરેલું છે. આ ઉપરાંત સિંધી સંગીતના અનેક કાર્યક્રમો અને રેકોર્ડિંગ્સ કરેલા છે.
આજના સેશન -01ના કલાકારો (તા. 03 જાન્યુઆરી – બુધવાર)
વિપુલ વોરા (બાંસુરી): વિપુલ વોરા ઉના પાસે ધોકડવા ગામના વતની છે. બાળપણથી સંગીતમાં ખાસ કરીને ગાયન અને બાંસુરી પ્રત્યે ખાસ લગાવ રહ્યો છે. દીવમાં શ્રી જીજ્ઞેશભાઈ ટીલાવત સાહેબ પાસેથી ગાયન અને બાંસુરી વાદન બંનેમાં વિશારદ સુધીની તાલીમ મેળવી. ત્યારબાદ મુંબઇ ખાતે વાયોલિનવાદક શ્રી અશ્વિનભાઇ કંસારા પાસેથી સંગીતની તાલીમ મેળવી છે. તેઓ પં. રોણું મજુમદારજીના ગંડાબંધ શિષ્ય છે અને નિયમિત રીતે ગુરુજી પાસે તાલીમ લઇ રહ્યા છે. સપ્ત સંગીત 2020 રાજકોટ ખાતે તેમણે રોણુંજી (ગુરુજી) સાથે બાંસુરી સાથ આપ્યો હતો જે ઉલ્લેખનીય છે. આ ઉપરાંત તેમણે ભારતમાં અનેક સંગીત સંમેલનોમાં રોણુંજી સાથે બાંસુરી પર સાથ આપેલો છે. તેઓ ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શનના બી હાઈ ગ્રેડના માન્ય કલાકાર છે. તેમણે બાંસુરી વાદનના સ્વતંત્ર કાર્યક્રમો દેશ અને વિદેશમાં અનેક જગ્યાએ પ્રસ્તુત કર્યા છે.
વિખ્યાત ભાગવત આચાર્ય શ્રી રમેશભાઈ ઓઝા સાથે 6 થી 7 વર્ષો સુધી બાંસુરી વાદક તરીકે સેવાઓ આપી અને વિશ્વના 14 દેશોમાં કલા પ્રસ્તુત કરેલી છે. વર્ષ 2005 માં તેમને યુવક મહોત્સવ જયપુર ખાતે સ્વર વાદ્યમાં રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત ખૂબજ પ્રચલિત સ્ટાર પ્લસ પરના ટીવી ધારાવાહિક બાલિકા વધૂ અને ગુલાલ માં તેમણે બાંસુરી વાદન કરેલું છે. આ ઉપરાંત અનેક ગુજરાતી અને હિન્દી આલ્બમ્સમાં કલા પ્રસ્તુત કરેલી છે. હાલમાં તેઓ સરકારી પ્રાથમિક શાળામાં સંગીત શિક્ષક તરીકે સેવાઓ આપી રહ્યા છે અને 60 થી પણ વધુ બાળકો તેમની પાસે તાલીમ લઈ રહ્યા છે. સરકારશ્રી એ તેમની સાંગિતિક ઉપલબ્ધિઓને બિરદાવીને શ્રેષ્ઠ જિલ્લા શિક્ષકનો એવોર્ડ અર્પણ કરેલો છે.
યશ પંડયા (તબલા): તબલાની પ્રાથમિક તાલીમ શ્રી કીશોરભાઈ ચોટલીયા તથા હાર્દિકભાઈ કાનાણી પાસેથી મેળવી અને હાલ શ્રી સ્વપ્નિલ ભિસેજી પાસેથી તાલિમ મેળવી રહ્યા છે, કે જેઓ પંડિત યોગેશ સમસીજીના શિષ્ય છે. તેમણે સંગીત વિશારદ તથા માસ્ટર ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સનો અભ્યાસ કરેલો છે. તથા યુવક મહોત્સવ તથા કલા મહાકુંભ માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. યશ એ તાનારીરી ફેસ્ટિવલ, મોન્સુન ફેસ્ટિવલ, સપ્ત સંગિતી રાજકોટ, વગેરે કાર્યક્રમોમાં કલા પ્રસ્તુત કરી છે. હાલમાં અનેક રેકોર્ડિંગ અને કોમર્શિયલ કાર્યક્રમોમાં તબલા પરફોર્મ કરી રહ્યા છે. તબલાની સાથે શ્રીમતી પિયુબહેન સરખેલ પાસે ગાયન પણ શિખી રહ્યા છે.
વડીલો જ આજની યુવા પેઢીને શાસ્ત્રીય સંગીત તરફ દોરી જઇ શકે છે : શુભા મૂગદલ
શાસ્ત્રીય સંગીત સાથે ચાલીસ વર્ષથી જોડાયેલા પદ્મશ્રી વિજેતા શુભા મૂડગલે જણાવ્યું હતું કે આજની યુવા પેઢીમાં શાસ્ત્રીય સંગીત તરફનું જે ઝૂકાવ હોવો જોઈએ તેને વધારવા વડીલો ની ભૂમિકા ખૂબ મહત્વની છે. સૌથી મોટી વાત તો એ છે કે હાલ વાલીઓ તેમના બાળકોને સંગીત તરફ વધવાના બદલે શૈક્ષણિક અભ્યાસક્રમ તરફ વધુ ભાર આપતા હોય છે પરંતુ આજના સાંપ્રત સમયમાં સંગીતમાં રુચિ કેળવવી ખૂબ જરૂરી અને અનિવાર્ય છે જે માનસિક સ્વસ્થતા આપે છે. બીજી તરફ તેઓએ વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ જે રીતે સંગીતને પ્રોત્સાહન આપવા માટે સરકારે પણ આગળ વધવું જોઈએ અને વિવિધ પોલિસી નું નિર્માણ કરવું જોઈએ.
સંગીત માત્ર મ્યુઝિયમ કે કોઈ કાર્યક્રમ પૂરતું જ સીમિત ન હોવું જોઈએ : અનીશ પ્રધાન
સુવિખ્યાત તબલાવાદક અનીશ પ્રધાને માહિતી આપતા જણાવ્યું હતું કે સંગીત માત્ર મ્યુઝિયમ કે કોઈ કાર્યક્રમ પૂરતું જ સીમિત ન હોવું જોઈએ અને સરકારે પણ આ વાતને ગંભીરતાથી લઈ સંગીત રસિકો સાથો સાથ સંગીત કલાકારોને પ્રોત્સાહન આપવું જોઈએ જેથી આવનારા સમયમાં યુવા પેઢી સંગીત તરફ આગળ વધે અને પોતાનો વિકાસ શક્ય કરે એજ જરૂરી છે. આવ્યું હતું કે સંગીતકારની આત્મા સ્વતંત્ર છે જેને કોઈ બંધન નડતું નથી ત્યારે હાલના સમયે જે સરકારી કાર્યક્રમો સંગીતકારો માટે થતા તે પણ હવે બંધ થઈ ગયા છે એટલું જ નહીં સંગીતકારોને સારા ગ્રેડ તો મળે છે પરંતુ જે રીતે નાણાકીય લાભ મળવો જોઈએ તે મળી શકતો નથી.