વેપારીઓ-ખેડૂતો દ્વારા માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું ચુસ્ત પાલન

રાજકોટ માર્કેટ યાર્ડ એક મહિનાથી વધુ સમય બંધ રહ્યા બાદ આજથી ફરી ધમધમતુ થયું છે. ગઇકાલે મુખ્ય પાંચ જણસીની આવક બાદ આજથી હરરાજીનો પ્રારંભ કરાયો છે. સૌરાષ્ટ્રના અન્ય યાર્ડ પણ આજથી શરુ થવા પામ્યા છે. રાજકોટ માકેટીંગ યાર્ડમાં ગઇકાલે મુખ્ય પાંચ જણસી મગફળી, કપાસ, તેલ, એરંડા અને મગની આવક થવા પામી છે. જેમાં મગફળીની સૌથી વધુ રપ000 બોરીની આવક થઇ છે.

આજે હરરાજીના પ્રારંભે મગફળીના પ્રતિમણના રૂ. 1000 થી 1350 જયારે કપાસના પ્રતિમણના રૂ. 1ર00 થી 1448 સુધીના ભાવો બોલાય છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખી રાજકોટ માર્કેટિંગ યાર્ડ છેલ્લા 30 દિવસથી બંધ હતું. હાલ કોરોના કેસોમાં ઘટાડો જોવા મળતા  રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ આજથી ફરી શરૂ થયું છે. ત્યારે વહેલી સાવરથીજ ખેડુતો પોતાની જણસી વેચવા માટે આવ્યા હતા. વેપારીઓ અને ખેડુતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. હાલ યાર્ડમાં 5 મગ, તલ, એરંડા, કપાસ અને મગફળીની આવક શરૂ કરવામા આવી છે. ખાસ તો અન્ય રાજ્યોમાંથી મજૂરો હજુ યાર્ડમાં આવ્યા નથી. ફક્ત લોકલ મજૂરોથી કામ ચલાવવામાં આવે છે. અને મજૂરોની અછત પણ સર્જાઈ છે.

સરકારે વાવાઝોડાની અગાઉથી ચેતવણી આપતા ખાસ નુકશાન થયું નથી: વિજયભાઈ બગરેચા

vlcsnap 2021 05 22 12h39m08s577c

યાર્ડના વેપારી વિજયભાઈ બગરેચા એ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે. આ વર્ષે ઉનાળુ પાક સારો થયો છે. ખેડૂતોમાં પણ પોતાની જણસી વેચવા માટે ઉતાવળ જોવા મળી રહી છે. ત્યારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી માર્કેટિંગ યાર્ડ પણ સજાગ છે. યાર્ડના વેપારીઓ પણ સોશિયલ ડિસ્ટન્સ સાહિતના નિયમોનું પાલન કરીને પોતાનો ધંધો આગળ વધારવા માંગે છે. તાઉતે વાવાઝોડાની અસર સોમનાથ, જૂનાગઢ, અમરેલી પંથકમાં સારું એવું નુકસાન થયું છે. પરંતુ રાજકોટ અને આજુબાજુના વિસ્તારમાં વાવાઝોડાને લઈ પાકને કંઈ ખાંસ નુકશાન થયું નથી. ખાસ તો સરકારે વાવાઝોડાની અગાઉથી ચેતવણી આપી હતી એટલે ખેડૂતોએ પણ પોતાના પાકની સંપૂર્ણ કાળજી રાખી હતી. એટલે વધારે કઈ નુકસાન થયું નથી.

ખેડૂતોને હાલ પૈસાની જરૂર હોય જેથી પાક વેચવાની  ઉતાવળ છે: વેપારી

vlcsnap 2021 05 22 12h39m28s328c

અન્ય એક વેપારીએ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે ઉનાળુ પાક તૈયાર છે. અને નવા પાકની વાવણી કરવાનો સમય નજીક આવી ગયો છે. જેને લઇ ખેડૂતોમાં પોતાનો પાક વેચવાની ઉતાવળ જોવા મળી છે. ખાસ તો ખેડુતોને હાલ પૈસાની પણ જરૂર છે. હાલ ફક્ત 5 જણસીની હરરાજી શરૂ કરવામાં આવી છે. જેમાં મગ, તલ, એરંડા, કપાસ અને મગફળી શરૂ કરવામાં આવી છે. ખાસ તો બહારના રાજયોના મજુરો ના હોવાને કારણે લોકલ મજુર જ યાર્ડમાં આવે છે જેને કારણે મજુરની પણ થોડી અછત સર્જાઈ છે. ઓછી જણસીની આવક શરૂ કરવાનું કારણ પણ મજુરોની અછત છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.