ગોરીજા અને અણિયારી ગામે બબ્બે જગ્યા મળી કુલ ચાર જગ્યાએ શરૂઆત કરાઈ
રાજય સરકાર દ્વારા ખનીજોની લીઝ આપવાનું લાંબા સમયથી બંધ હોય સરકારે આ ક્ષેત્રમાં રોજગારી વધારવા માટે સરકારી જમીનો પર આવેલી ખાણોનો બ્લોક બનાવી લીઝથી જાહેર હરાજીથી આપવાનું શરૂ કર્યું હતું. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર જે.આર.ડોડીયા તથા જિલ્લા ખાણ ખનીજ અધિકારી મહેન્દ્રકુમાર પટેલના પ્રયાસોથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા તાલુકામાં ચાર જગ્યાએ આવા બ્લોક કરીને તેનું ઈ-ઓકશનથી બ્લોક હરરાજીની પ્રક્રિયા જિલ્લામાં સૌપ્રથમ શરૂ કરી છે. દ્વારકા તાલુકાના ગોરીજા ગામની સરકારી જમીનમાં બે સ્થળે તથા દ્વારકાના અણિયારી ગામે બે સ્થળે એમ કુલ ચાર જગ્યાએ બ્લોક જે બાંધકામના પથ્થરના (સફેદ બેલા)ની લીઝ છે તેની જાહેર હરાજીથી બ્લોક આપવા માટેની જાહેરાત આપવામાં આવી છે. આ માટેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે.જિલ્લામાં બ્લોકથી લીઝ આપવા માટેની આ પ્રથમ પ્રક્રિયા થઈ છે.