હરભજનસિંઘ કેદાર જાદવ, હનુમા વિહારી, ઉમેશ યાદવ સહિત દેશી-વિદેશી સહિત ૨૯૨ ક્રિકેટરો માટે બોલાશે બોલી
વિવો આઈપીએલ ૨૦૨૧ માટે ચેન્નઈ ખાતે આગામી ૧૮ ફેબ્રુઆરીએ ખેલાડીઓની હરાજી કરવાનું જાહેર કરાયું છે. આ હરાજી માટે ૧૧૧૪ ક્રિકેટરોરે નોંધણી કરાવી છે જેમાં ૨૯૨ ક્રિકેટરોની હરાજી થશે હરાજી બાદ અંતિમયાદી આઠ ફ્રેન્ચાઈઝી ક્રિકેટરોની પસંદગી કર્યાબાદ જાહેર થશે તેમ બીસીસીઆઈનાં માનદમંત્રી જય શાહે જણાવ્યું હતુ.આ હરાજીમાં સૌથી ઉંચી અનામી કિંમત ૨ કરોડ છે. આ ગ્રુપમાં ભારતનાં હરભજનસિંઘ તથા કેદાર જાદવ છે.સૌથી ઓછી લઘુતમ અનામત કિંમત ૫૦ લાખ છે જેમાં ૧૩ ભારતીય ખેલાડીઓ અને પર વિદેશી ખેલાડીઓ છે.૨૮મીએ ચેન્નઈમાય થનાર હરાજીમાં હરાજી માટે ૧૧૧૪ ક્રિકેટરોએ નોંધણી કરાવી છે. જેમાં ૨૯૨ ક્રિકેટરોની હરાજી થશે આઠ ફ્રેન્ચાઈઝીએ પસંદ કરેલા ખેલાડીઓ બાદ અંતિમ યાદી નકકી થશે.
સૌથી ઉંચા બે કરોડના સ્લોટમાં ભારતનાં બે ક્રિકેટરો હરભજનસિંઘ તથા કેદાર જાદવ છે. અન્ય આઠ વિદેશી ખેલાડીઓમાં ગ્લેન મેકસવેલ, સ્ટીવ સ્મિથ સકીબ અલહસન, મોઈનઅલી ટોમ બિલિંગ્સ લીયર પ્લુનકેટ, જેસન રોય અને માર્ક વુડનો સમાવેશ થાય છે. ૧.૫ કરોડના સ્લોટમાં ૧૨ ખેલાડીઓ છે. ભારતીય ખેલાડીઓ હનુમા વિહારી અને ઉમેશ યાદવ સહિત ૧૧ ક્રિકેટરો એક કરોડના સ્લોટમાં છે.૧૬૪ ભારતીય ક્રિકેટરો, વિદેશી ૧૨૫ અને ૩ એસોસીએટ દેશનાં ખેલાડીઓની ચેન્નઈમાં થનારી હરાજીમાં બોલી બોલાશે.બે કરોડના સ્લોટમાં બે ભારતીય, ૮ વિદેશી સહિત ૧૦, ૧.૫ કરોડના સ્લોટમા ૧૨ વિદેશીઓ સહિત ૧૨, ૧ કરોડના સ્લોટમાં બે ભારતીય અને ૯ વિદેશી સહિત ૧૧ ખેલાડીઓ છે. જયારે ૭૫ લાખની શ્રેણીમાં ૧૫ વિદેશી ખેલાડીઓ અને ૫૦ લાખની શ્રેણીમાં ૧૩ ભારતીય, પર વિદેશી મળી કુલ ૬૫ ખેલાડીઓની હરાજી થશે.સીએસકે પાસે ૭ વિદેશી સહિત ૧૮ ખેલાડીઓ છે જ હવે ૭માંથીએક ખેલાડીની પસંદગી કરશે ખેલાડીને ૨૨.૯ કરોડ સહિત ૬૨.૧ કરોડ ખર્ચવાનો તેણે નિર્ધાર કર્યો છે.ડીસી પાસે ૬ વિદેશી સહિત ૧૯ ખેલાડીઓ છે અને તે હવે ૬માંથી બે ખેલાડીઓ પસંદ કરશે તેણે ૭૨૦૯ કરોડ ખર્ચ્યા છે. જેમાં એક ખેલાડીને મહતમ ૧૨.૯ કરોડ ચૂકવશે. કેએક્ષઆઈપી પાસે ૪ વિદેશી સહિત ૧૬ ખેલાડીઓ છે અને તે હવે ૯ સ્લોટમાંથી પાંચ ખેલાડી પસંદ કરશે. તેણે ૩૧.૮ કરોડ ખર્ચ્યા છે. અને ખેલાડીને મહતમ ૫૩.૨ કરોડ ચૂકવશે. કેકેઆર પાસે ૬ વિદેશી સહિત ૧૭ ખેલાડી છે અને હવે ૮માંથી ૨ વિદેશી ખેલાડી પસંદ કરશે તેણે ૭૪.૨૫ કરોડ ખર્ચ્યા છે. અને ખેલાડી માટે મહતમ ૧૦.૭૫ કરોડ ચૂકવશે.એમઆઈ પાસે ૪ વિદેશી સહિત ૧૮ ખેલાડીઓ છે તે ૭માંથી ૪ વિદેશી ખેલાડી પસંદ કરશે તેણે ૬૯.૭૫ કરોડ ખર્ચ્યા છે. એ ખેલાડીને મહતમ ૧૫.૩૫ કરોડ ચૂકવશે.આરઅર પાસે ૫ વિદેશી સહિત ૧૭ ખેલાડી છે તે ૮માંથી ૩ વિદેશી ખેલાડી પસંદ કરશે તેણ ૫૦.૧૫ કરોડ ખર્ચ્યા છે.
જેમાં ખેલાડીને મહતમ ૩૪.૮૫ કરોડ ચૂકવશે. આરસીબી પાસે ૪ વિદેશી સહિત ૧૨ ખેલાડીઓ છે તે હવે ૧૩માંથી ૪ વિદેશી ખેલાડી પસંદ કરશે તેણે એક ખેલાડીને મહતમ ૩૫.૯ કરોડ સાથે ૪૯.૧ કરોડ ખર્ચ્યા છે જયારે એસઆરએચ પાસે ૭ વિદેશી સહિત ૨૨ ખેલાડીઓ છે અને હવે ૩માંથી ૧ ખેલાડી પસંદ કરશે તેણ ખેલાડીને મહતમ રૂ. ૧૦.૭૫ કરોડ સાથે ૭૪.૨૫ કરોડ ખર્ચ્યા છે તેમ બીસીસી આઈની યાદીમાં જણાવાયું છે.