દુનિયાના ખૂણે-ખૂણેથી પ્રવાસીઓ ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિને જાણવા આવતા હોય છે. ભારતમાં કેટલીક એવી ફરવાની જગ્યાઓ છે, જે આજે પણ પ્રવાસીઓની નજરથી બચી રહી છે. ભારત પહેલાથી જ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. ચાલો જાણીએ ભારતની આ જગ્યાઓ વિશે…
દાર્જિલિંગ:
સમુદ્ર તટથી 3,636 મીટરની ઉંચાઈ પર સ્થિત સંદાકફૂ ભારતના દાર્જિલિંગ શહેરમાં આવેલું છે. અહીં એકોનાઇટના વૃક્ષો જોવા મળે છે. અહીંથી એવરેસ્ટ, કંચનજંઘા, મકાલૂ અને લોત્સેની ઊંચી જગ્યાઓને પણ જોઈ શકાય છે. અહીં
ખાસ કરીને ઝેરી વૃક્ષોની સાથે પહાડોની મજા માણી શકાય છે.
ચૂરુ, રાજસ્થાન:
પર્યટકોને આકર્ષવા માટે આ રાજ્ય પૂરતું છે. આ જગ્યાએ ઠંડી અને ગરમી બંને વધારે હોય છે. ગરમીમાં અહીં તાપમાન 50 ડિગ્રી અને શિયાળામાં 0 ડિગ્રી સુધી પહોંચી જાય છે. અહીંની સુંદર હવેલીની એક અલગ જ ઓળખ છે.
ધનુષકોટિ, તામિલનાડુ:
ધનુષકોટિ તામિલનાડુનું આ નાનકડું ગામ જ્યાં રામાયણકાળના રામસેતુના અવશેષ મોજુદ છે ત્યાં સ્થિત છે. આ ગામમાં રોડના એક કિનારે બંગાળની ખાડી અને બીજી તરફ અરબ સાગર છે. ધનુષકોટિ શ્રીલંકાથી માત્ર 18 કિમી.ના અંતર પર જ આવેલું છે. પ્રાકૃતિક છટાથી ભરપૂર આ ગામ સાવ ખાલી લાગે છે. એટલે જ તેને ઘોસ્ટ ટાઉન પણ કહેવામાં આવે છે.