• રાજયના પોલીસ વડા આશિષ ભાટીયા આજે નિવૃત થશે: નવા ડીજી કાલે ચાર્જ સંભાળશે
  • છ સિનિયર આઇપીએસ અધિકારીના નામ કેન્દ્રમાં મોકલાયા: અજય તોમરના ફિલ્ડ અનુભવને ધ્યાને લેવાશે અને  વિકાસ સહાયની સિનિયોરીટી ધ્યાને લેવાશે?

વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી ડીજીપી આશિષ ભાટીયાને બે વખત એકટેન્શન અપાયા બાદ તેઓ આજે નિવૃત થઇ રહ્યા છે. ત્યારે રાજયના નવા ડીજીપી તરીકે સરકાર દ્વારા છ સિનિયર આઇપીએસ અધિકારીના નામ કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવ્યા છે. જેમાં એનડીઆરએફમાં ડેપ્યુટેશન પર રહેલા સિનિયર આઇપીએસ અતુલ કરવલ, સુરત પોલીસ કમિશનર અજય તોમર અને ગુજરાત પોલીસ એકેડમીના વડા વિકાસ સહાયના નામ મોખરે છે

Screenshot 1 43

 

અતુલ કરવલ ડીજી તરીકેનો ચાર્જ સંભાળવામાં અનઇચ્છા વક્ત કરે તો ફિલ્ડનો અનુભવ ધરાવતા સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમર અને સિનિયોરીટી તેમજ રક્ષા શક્તિ યુનિર્વસિટી માટે જાણીતા વિકાસ સહાયના શીરે પોલીસ વડાનો તાજ પહેરાવવામાં આવે તેવી શક્તતા જણાય રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.