આજથી ૧૦મી સુધી ઉજવણી: સોનાના દાગીનાનું ઘડામણ માત્ર રૂ.૨૫૦માં: ૫૦,૦૦૦થી વધુની જવેલરીની ખરીદી પર ડાયમંડ રીંગ ફ્રી: ૧ લાખથી વધુના હિરાની ખરીદી પર ડાયમંડ પેન્ડલ ફ્રી
રાજકોટ ખાતેના જોયાલુક્કાસ શો-રૂમની પાંચમી વર્ષગાંઠની ઉજવણી આજથી શરૂ થઈને ૧૦મી ફેબ્રુઆરી સુધી ચાલશે. આ ઉજવણીને પોતાના ગ્રાહકો માટે યાદગાર બનાવવા વિશ્વના નં-૧ જવેલર તદન નવી ડિઝાઈનની નવી શ્રેણી, નવા કલેકશન અને ગોલ્ડ જવેલરી શ્રેષ્ઠ ભાવે ખરીદવા ઓફર આપી રહ્યું છે. પાંચમી વર્ષગાંઠની ઉજવણી માટે મેયર બિનાબેન આચાર્ય દ્વારા ઉદઘાટન કરવામાં આવશે.
ગ્રાહકો સોનાના દાગીનાની ઘડામણ માત્ર રૂ.૨૫૦ની કિંમત પર કરાવી શકશે તેમજ રૂ.૫૦,૦૦૦થી વધુની કિંમતી જવેલરી ઉપર ડાયમંડ રીંગ ફ્રીમાં મેળવી શકશે અને રૂ.૧ લાખથી વધુના હિરા ડાયમંડની ખરીદી પર ફ્રિ ડાયમંડ પેન્ડલ મેળવી શકે છે. ઉપરાંત વધારાના લાભોમાં ગ્રાહકોને કોઈપણ જવેરી પાસેથી ખરીદી કરેલ જૂના ૨૧-૨૨ કેરેટના સોનાના ઘરેણાને ૯૧૬ ગોલ્ડ જવેલરી સાથે એકસચેન્જ કરતી વખતે વજન અને મુલ્યમાં કોઈ નુકશાન નહીં થાય. રાજકોટમાં જોયાલુક્કાસ શો-રૂમ ખાતે ગ્રાહકોને શ્રેષ્ઠ લાભ મેળવવા માટે આ વર્ષગાંઠની ઉજવણી એક સુવર્ણ તક બની રહેશે.
જોયાલુકકાસ ગ્રુપ વિશે
જોયાલુકકાસ ગ્રુપ વિવિધ બિઝનેસ હિતો સાથે એક અબજ ડોલરનું એક વૈશ્વીક જૂથ છે. આ જૂથ યુએઈ, અરેબીયા, બહેરીન, ઓમાન, કુવેત, કતાર, સીંગાપુર, મલેશીયા, યુકે અને ભારત જેવા દેશોમાં પોતાની વિવિધ વ્યવસાયીક કામગીરીનું સંચાલન કરે છે.
આ ગ્રુપના વ્યવસાયોમાં જવેલરી, મની એકસચેન્જ, ફેશન અને ટેકસટાઈલ્સ, લકઝરી, એર ચાર્ટસ, મોલ અને મિલકત લે-વેચનો સમાવેશ થાય છે. જોયાલુકકાસ વિશ્વભરમાં ૮૦૦૦થી વધુ પ્રોફેસન્સને રોજગારી પણ આપે છે અને તે વિશ્વમાં સૌથી વધુ પુરસ્કૃત અને માન્ય જવેલરી રિટેલ ચેઈન પૈકી એક છે.