પર્વાધિરાજ પર્યુષણ પર્વ પર દેરાસરોમાં બિરાજતા ભગવાનોની પ્રતિમાઓને આંગી શણગાર ઉપરાંત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.રાજકોટની ચૌધરી હાઇસ્કુલ સામે આવેલા મણિયાર દેરાસરમાં બિરાજતા ચિંતામણી પાશ્વનાથ ભગવાન, સુપાશ્વનાથ ભગવાન, ઋષભદેવ ભગવાન, માપદમાવતીની પ્રતિમાજીઓને હીરા-મોતીની આંગી કરવામાં આવી છે. આ દેરાસરમાં આંગીના ઉપરાંત પ્રતિક્રમણ, મહાપૂજા, મહાઆરતી તથા ભકિતસંગીત સહીતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના દર્શન કરવા મોટી સંખ્યામાં જૈન-જૈનતરો ઉમટી પડી રહ્યા છે.મણીયાર દેરાસરેએ દર્શન કરવા આવેલા અસ્મિતાબેન શાહે જણાવ્યું હતું કે પર્યુષણ પર્વ જૈનોનું ઉત્તમ પર્વ છે જેની અંદર આરાધના, સાધના, દર્શન, પુજા કરીને પ્રભુ પાસે સમયત્વની માંગણી કરીએ છીએ સાચુ જ્ઞાન દર્શનથી એ જ અમારા લોકોનો ઘ્યેય હોય છે. મંદીરમાં જે આંગી કરવામાં આવે તે તેનાથી પ્રભુનો વૈભવ અને સુંદર રચના જાણવા મળે છે ખુબ જ આનંદ સાથે દેવલોકના દર્શનની અનુભુતિ થાય છે.વીણાબેન મહેતાએ જણાવ્યું હતું કે મણિયાર દેરાસર એવું છે કે જૈન સિવાયના જૈનતરોને પણ દર્શન માટે આવવાનું મન થાય તેવુ: ભવ્ય દેરાસર છે. અમારા દેરાસરની આંગી સુશોભન, કાર્યક્રમો અલભ્ય, અલૌકિક છે કે દેવલોકના દેવોને ઇન્દ્ર બની જે આવવાનું મન થાય તેવું અદભુત છે. ભગવાન કહ્યું છે કે જીવ તું બારે બારેમાં ધર્મ કર નહીંતર સાડાચાર માસ કરી, નહીંતર દોઢ માસ કર, નહીંતર પર્યુષણના આઠ દિવસમાં ભકિત કરીને ધર્મ કરીને દેરાસરના દર્શમ કરી મોક્ષની પ્રાપ્તી થાય તેવી લાગણી છે.વર્ષાબેન રોહિતભાઇ રવાણીએ જણાવ્યું હતુ: કે હું રપ વર્ષથી આ દેરાસરમાં આવું છું આ દેરાસરમાં બિરાજમાન ચિંતામણી પાશ્વનાથ ભગવાન અલૌકિક અને ચમત્કારીક અનેકો અનેક ઉપસેગોને હરનારા છે અહીં બિરાજમાનમાં પદમાવતી દેવી અચિંત્ય અને અદ્દભુત ચમત્કારીક છે. જૈનોના પર્વ પર્યુષણ પર આ દેરાસરમાં ઉત્તમભાવના લાવવામાં આવશે અને પરમેશ્વરોની આંગી કરવામાં આવે છે જેથી જૈની જૈનોનોને ઠીક જૈનતરો પણ પ્રોત્સાહીત થાય છે. કે જેનો કેવી ભકિત છે જૈનો તો પ્રતિબોધ પામે પણ જૈનતરો પણ પ્રતિબોધ પામે તેવી અપેક્ષા હોય છે.ત્યારે કાલજ સતીષભાઇ જૈનએ જણાવ્યું હતું પર્યુષણના પર્વ પર આઠે-આઠ દિવસ મણિયાર દેરાસરમાં અદભુત આંગી હોય છે બે દિવસ પહેલા મહાપૂજાની સ્પર્ધામાં મણિયાર દેરાસરનો ત્રીજો નંબર આવ્યો હતો. આ દેરાસરમાં બિરાજમાન ભગવાનોની અદભુત આંગીના દર્શન જૈન-જૈનતરો પધારે તેવી લાગણી છે.એરપોર્ટ ફાટક પાસે આવેલા શાંતિનાથ દેરાસર ખાતે પર્યુષણ પર્વ નીમીતે સાતમા દિવસે વાસુ પુજન સ્વામી ભગવાનને બાદલો અને રેશમથી શણગારવામાં આવ્યા હતા. સાથે દેરાસરને રંગોલી અને રોશનીથી સજાવવામાં આવ્યું હતું. સાથે સાંજે પ્રતિક્રમણઅને ભાવના અને આરતીનો કાર્યક્રમ ગોઠવામાં આવ્યો હતો. સાતમના રોજ હંસાબેન ખીમચંદભાઇ ભાણવડ વાળા આંગીના લાભાર્થી રહ્યા હતા.વોકહાર્ટ હોસ્પિટલ પાસે આવેલ વિમલનાથ જીનાલય ખાતે સાતમના દિવસે અલગ અલગ કાર્યક્રમ લાણી અને વાસ્કેપ પર ટીકા અને મોતીની આંગી કરી ભગવાનને સજાવવામાં આવ્યા હતા. સાથે દેરાસરના પ્રાંગણમાં રંગોલી સાથે દિવાની સજાવટ કરી દેરાસરને રોશની શણગારમાં આવ્યા હતા.
સાંજે પરિક્રમણ, ભાવના અને આરતીના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાતમની આંગીના લાભાર્થી આશાબેન અશ્વીનભાઇ જસાણી લાભાર્થી રહ્યા હતા.