જામનગરના વાલસુરા સ્થિત ભારતીય નેવી મથકમાં ઇલેક્ટ્રિકલ આર્ટિફિશિયરી ટ્રેનિંગ મેળવનાર ૧૬૦ તાલીમાર્થીઓનો તાલીમ સમય પૂર્ણ થતા આ જવાનો ની પાસિંગઆઉટ પરેડ યોજાઈ હતી. નેવીમા જોડાયેલ ૧૬૦ જવાનો ને ૧૦૬ સપ્તાહની તાલીમ અપાઈ હતી.
હવે તેઓ વિવિધ સ્થળોએ ફરજ માં જોડાશે. વલસુરા નેવી મથકમાં આયોજિત પાસિંગઆઉટ પરેડમાં કમાન્ડિંગ ઑફિસર અજય પટની ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ દરમ્યાન પ્રશાંતકુમારને સર્વમુખી નૌ સૈનિક તરીકે એડમીરલ રામનથ ટ્રોફી, રમેશ ઘાઘરીયાને સર્વશ્રેષ્ટ ખેલાડી તરીકે વાલસુરા નેવી ટ્રોફી, ઉપરાંત રેડીઓ શાખાના પ્રશાંતકુમાર અને વિકાસને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.