રાજકોટની પ્રતિષ્ઠિત મારવાડી યુનિવસીટી તેના પ્રાઘ્યાપકો અને વિઘાર્થીઓને ઉચ્ચ અને ઉત્કૃષ્ઠ શિક્ષણ ઉપરાંત તેમના વ્યકિતગત ડેવોપમેન્ટમાં ઉપયોગી થઇ શકે એવા વિષયોનું જ્ઞાન મળે તે માટે આયોજનો કરવા માટે જાણીતા છે આ જ હેતુ અંતર્ગત પાંચ દિવસ માટે મારવાડી યુનિવસીટી ગુજરાત કાઉન્સેલીંગ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર અને આઇઆઅટી બોમ્બે ના સંયુકત ઉપક્રમે ભારતના સર્વ પ્રથમ વી.એલએબીએસ બુટ કેમ્પના નામે પ દિવસીય ટુંકા ગાળાના તાલીમ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ હતું.
ભારત સરકારના માનવ સશધાન અને વિકાસ મંત્રાલય દ્વારા આગ્રહિત અને હાથ ધરવામાં આવેલ તેમજ માહીતી અને સંચાર અને ટેકનોલોજી (એનએમઇઆઇસીટી) દ્વારા પ્રેરીત આ રાષ્ટ્રીય મીશન પરથી એક મહત્વાકાંક્ષાી યોજના છે. જે ભારતના તમામ વિજ્ઞાન પ્રવાહના વિઘાર્થીઓ અને પ્રાઘ્યાપકો માટે આઇસીટી સક્ષમ ઉચ્ચ શિક્ષણના પ્રારંભ રુપે અને સમાજ હિતમાં સમય અને સંસાધનો મા ફાયદારુપી વર્ચ્યુલ લેબ્સ પ્રોજેકટમાં આ સમયે વિવિધ એેન્જીનીયરીંગ અને વિજ્ઞાન અભ્યાસક્રમમાં સમાવતા ૧૧૭ વર્ચ્યુલ લેબ્સ બનાવવામાં આવ્યા છે.
નીવેબસાઇટ પર પ્રયોગ કરી શકાય છે. હાલના વિજ્ઞાન પ્રયોગના અભ્યાસક્રમ માટેની જરુરી માહીતી વેબસાઇટ પર ઉપલબ્ધ કરવાના હેતુથી તેમજ તેમાં જરુરી સુધારા લાવવા માટે પહેલાથી અપલોડ કરેલા પ્રયોગોની સુધારેલી આવુત્તિઓ વિકસાવવા વિજ્ઞાન અને ઇજનેરી ના વિવિધ વિઘા. લેબ ડેવલપમેન્ટ પ્રોત્સાહન આપવામાં આવે છે. જેથી આ પ્રકારની સમગ્રી વિકસાવવા તેઓ ઉત્સાહ પૂર્વક આગળ આવે એને આવી સમગ્રી બનાવવાની સુવિધા માટે આઇ.આઇ.ટી. બોમ્બે દ્વારા એક કમ્યુનીટી પોર્ટલ રચાયું છે.
એલએબીએસબુટ કેમ્પમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે ખુબ પ્રતિષ્ઠિ નામના ધરાવનાર મહાનુભાવો ડો. રાજેન્દ્રસિંહ જાડેજા (રીજનલ કોઓડીનેટર વચ્યુઅલ લેબ એમઇએફજીઆઇ રાજકોટ) અને ડો. આશિષ કુમાર શ્રીવાસ્તવ (નોડલ એન્ડ પ્રોગ્રામ કોઓડિનેટર એમઇએફજીઆઇ રાજકોટ) પ્રો. સંતોષ નોરોન્હા (મુખ્ય સંશોધક એલએબીએસ આઇ.આઇ.ટી.બોમ્બે) શ્રી જય માથુર (આઇ.આઇ.ટી. બોમ્બે) પ્રો. મનીષ નાગોશે પીવીજી સીઓઇટી, પ્રો. અનીતા દિવાકર (રીચર્સ સ્કોલર આઇ.આઇ.ટી. બોમ્બે) આશિષ રંજન આઇ.આઇ.ટી. દિલ્હી ડો. નીતીન ભાતે (એમ.એસ.યુ. વડોદરા) આંરગાબાદ તરફથી ઉ૫સ્થિત રહેલ છે.
મારવાડી યુનિ.ના કો ફાઉન્ડેશન અને વાઇસ ચેરમેન જીતુભાઇ ચંદારાણા તરફથી સંસ્થાના પ્રાઘ્યાપકગણ તરફથી હાથ ધરવામાં આવેલ આ નવીનતમ પ્રયાસને બિરદાવામાં આવેલ છે. આ પ્રોજેકટમાં સામેલ દરેક પ્રાઘ્યપકોને અભિનંદન પાઠવવામાં આવેલ છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન નોડલ એન્ડ પ્રોગ્રામ કોઓડિનેટર ઓફ વર્ચ્યુઅલ લેબ્સ કો.આશિષકુમાર વી. શ્રી વાસ્તવ એ જણાવ્યું કે વર્ચ્યુઅલ લેબ્સ એ એવું લેબ છે. જેનું આપણે ફીઝીકલ લેબ ઉપર નિર્ભર રહેવું ન જોઈએ અમે એ જે ફીઝીકલ લેબ ને વર્ચ્યુઅલ પ્લેટફોર્મ બનાવીએ છીએ અને પછી વિદ્યાર્થીઓ ગમે ત્યાં તેઓને શિખી શકે છે. તેમને જે કાંઈપણ સમજવું હોય, શિખવું હોય તે વર્ચ્યુઅલી એકસપરીમેન્ટ ફીઝીકલ લેબ્સ સિવાય વર્ચ્યુઅલ એન્વાયરોમેન્ટમાં શિખી શકે છે.
આઈઆઈટી મુંબઈ અને આઈઆઈટી દિલ્હીએ બંને ૨૦૦૯થી આ ક્ધસેપ્ટ ઉપર કાર્ય કરી રહી છે. તેરે ૧૦૦૦થી વધુ લેબ્સ ડેવલપ કરી છે.
આ બુટ કેમ્પમાં ૧૦૦થી વધુવિદ્યાર્થી ફેલટરીએ ભગ લીધો છે. વર્ચ્યુઅલનો મુખ્ય ઉદેશ એ છે કે અત્યારે બધા ડિઝીટલાઈશન થયું છે. અત્યારે બધા પાસે મોબાઈલ, લેપટોપ હોય છે.
તો અમે એવું વિચાર્યું કે અમે જે કાંઈ પણ ડેવલપમેન્ટ કર્યું છે. એવી રીતે બનાવી કે એ લોકો તેનો ઉપયોગ કરી શકે.
આ બુટ કેમ્પથી વિદ્યાર્થીઓ તેનું લર્નિંગ વધુ સારૂ કરી શકશે અત્યારે મોબાઈલનો ઉપયોગ વધુ કરતા હોય તો તેમાંથી જ તેઓ વધુ શિખી શકે, ભણી શકે તે હેતુથી કરવામાં આવ્યું છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન પ્રોજેકટ મેનેજર આઈ આઈટી બોમ્બેના પુષ્પદીપ મિશ્રાએ જણાવ્યું ડે વી લેબ્સએ એવો કેન્સેપ્ટ છે જેમાં અમે લેબ એજયુકેશન છે. જેને અમે ઓનલાઈન મિડિયા દ્વારા આઈ.સી.ટી.ટુલ્સથી એજયુકેટેડ કરવાની કોશિષ કરીએ છીએ ભારત સરકારનાં માનવ સંશાધન અને વિકાસ મંત્રાલય એ આ ક્ધસેપ્ટ દ્વારા ઓનલાઈન પ્રેકટીકલ કરી શકાય છે. આ બેસીકલી એન્જીનીયરીંગ કોલેજ, સાયન્સ કોલેજ ડિપ્લોમાં કોલેજ માટે છે જે બધા ઓનલાઈન જઈને શિખી શકે છે. વર્ચ્યુઅલ લેબ નો મેઈન મોટો છે. કે દરેક કોલેજમાં જ‚રી ઈન્ફ્રાસ્ટ્રકચર, જ‚રી લેબોરેટરી સાધનો ન હોવાથી અને વિદ્યાર્થીએ એક વખત એકસપરીમેન્ટ કર્યું હોય પરંતુ તેની પ્રેકટીસ વધુ ન કરી શકે પરંતુ વર્ચ્યુઅલ લેબથી તેઓ વધુને વધુ પ્રેકટીસ કરી શકે અને વધુમાં વધુ શિખી શકે.
પૂણે મેકેનીકલ એન્જીનિયરીંગના પ્રો.એમ.સી.નાગોસીયાએ જણાવ્યું હતું કે, ફીઝીકલ લેબોરેટરીમાં ઘણી બધી મુશ્કેલીઓ હોય છે તેમાં લેબોરેટરીમાં ગરમ હોય પર્દા કે કેમિકલ હોય તો ધ્યાન રાખવું પડે છે. પરંતુ ઈન્ડસ્ટ્રીઝમાં કામ થાય છે તેી વ્યુચઅલ કરાવીને કરાવી શકાય છે. તેી વિર્દ્યાીઓને પણ સારા પ્રોજેકટ મળે છે. ઈન્ડિયા એનિસેટ આ એવી નવી વસ્તુ છે જે કોઈ પણ કરી ની અને નોલેજ માટે પણ મદદરૂપ થાય છે. આ બુટકેમ્પ દ્વારા લોકો કામ કરીને લેબને ડેવલોપમેન્ટ કરી શકશે.
‘અબતક’ સોની વાતચિત દરમિયાન મારવાડી યુનિવર્સિટીના આસીટન્ટ પ્રોફેસર શ્રધ્ધા જોશીએ જણાવ્યું કે વી લેબ્સ બુટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આઈઆઈટી મુંબઈ, આઈઆઈટી દિલ્હીથી ફેકલટી આવ્યા છે જે અમને ઘણું બધું શિખવાડે છે અને તેના દ્વારા અમારા નોલેજમાં વધારો થાય છે. વર્ચ્યુઅલ લેબી વિર્દ્યાીઓને જયારે શિખવું હોય પોતાના પ્રોબલેમ સોલ્વ કરવા હોય તો તેને ઓનલાઈન જોઈ શકે છે. શિખી શકે છે માત્ર પ્રેક્ટિકલ જ નહીં. યિરી બધું જ તેમાંથી શિખી શકે છે.
તનુજા સચીન ખટાવકરએ સ્કોપ વિશે પુછતા જણાવ્યું હતું કે, અહીંના વિર્દ્યાીઓ પ્રોજન કેવી રીતે લખવું એકસપીરીયન્સ કેવી રીતે ડેવલપમેન્ટ કરવું તે પુરેપુરી ગાઈડ લાઈન આી દીધી છે. તેનાી ર્ડ યરના વિર્દ્યાીઓ પોતાના પ્રોજેકટ ઉપર વિચારી શકશે અને વર્ચ્યુઅલ લેબોરેટરીનું ડેવલોપમેન્ટ કેવી રીતે કરવું તે પણ શીખડાવવામાં આવ્યું છે. ક્યુરીકયુલેટ પાઈ ઓફ સેલ્ફ કોમ્યુનિટી સો ડેવલેપમેન્ટ થાય અને નવી લેબોરેટરી પણ બને તે જરૂરી છે. અહીંમાં વિર્દ્યાીઓ પુરા વિશ્ર્વાસી અને પુરી તૈયારીથી અભ્યાસમાં શીખે છે. પોતાનાં સ્ટડી વિશે પણ પ્લાનીંગ કરી શકશે.
‘અબતક’ સોની વાતચિત દરમિયાન આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ બાયોમેડિકલ એન્જીનીયરીંગ ડિપાર્ટમેન્ટના ડી.વાય.પાટીલ યુનિ. મુંબઈ શ્રીદેવી કુલકર્ણીએ જણાવ્યું કે, અહીંયા પ્રોગ્રામર અને નોન પ્રોગ્રામર બંને પ્રકારના લોકો અહીં શિખવા આવ્યા છે. અહીંયા આવીને અમને ઘણું નવું શિખવા મળ્યું અને અહીંયા મુંબઈ, દિલ્હીી ફેલકટી શિખવાડવા માટે આવ્યા છે અને અહીંયાી આગળ વધવા માટેની ગાઈડલાઈન આપવામાં આવી છે. અહીંથી શીખીને અમે અમારી કોલેજમાં બધાને શિખવાડીશું અને વર્ચ્યુઅલ લેબમાં અમે અમારું યોગદાન આપીશું.
‘અબતક’ સોની વાતચીત દરમિયાન મારવાડી યુનિવર્સિટીના વિર્દ્યાીઓએ જણાવ્યું કે તેઓને અહીંયા ઘણું બધું જ નવું નવું શિખવા મળ્યું છે. અમે એક પ્રોગ્રામ બનાવ્યો છે અને એ પ્રોગ્રામ બનાવતી વખતે અમને આઈઆઈટી મુંબઈ, આઈઆઈટી દિલ્હીી આવેલ ફેકલ્ટી પાસેી ઘણું બધું શિખવા મળ્યું તેમણે કોમ્પયુટર ગ્રાફિકસનો પ્રોજેકટ બનાવેલ છે. આપણે જે ગેમ રમીએ છીએ તેનું ગ્રાફિકસ રીતે જનરેટ થાય છે અને કંઈ રીતે તે વર્ક કરે છે તેના પર પ્રોજેકટ બનાવેલ છે.
આઈઆઈટી દિલ્હી પ્રોજેકટ મેનેજર સંજીતે કહ્યું હતું કે, આ પ્રોજેકટ દ્વારા બધી સાયન્સ અને ઈન્ડસ્ટ્રીઝ લેબનું ડેવલપેમન્ટ શે. આ પ્રોજેકટમાં અન્ડર-પોસ્ટ ગ્રેજ્યુએશન વિર્દ્યાીઓ ભાગ લીધો છે જેમાં ૧૪૦ લેબ બનાવ્યા છે અને આ પ્રોજેકટની શરૂઆત ૧૦૦૯ શરૂઆત કરી હતી. આ ત્રીજો પ્રોજેકટ ફેસ કરી રહ્યાં છીએ.