વિકાસની વાતતો દૂર પ્રાથમિક સુવિધા પણ ખોરવાઈ રહી છે
દામનગર પાલિકા ના વિકાસ માં ઓટ આવી સામાન્ય સભા માં 24 માંથી 8 સદસ્યો ની હાજરી અસંતોષ કે ઓટ ? જે હોય તે પણ પાલિકા ના ચૂંટાયેલા બોર્ડ ને એક વર્ષ થવા આવશે કોઈ નવું કામ તો શું પ્રાથમિક સુવિધા ઓ પણ ખોરવાય રહી છે.
ત્યારે પાલિકા ની સામાન્ય સભા માં 24 માંથી 8 ની હાજરી તેમાં પણ સંગઠન ના હોદેદારોની હાજરી પ્રોટોકલ નો ભંગ ગત તારીખ 3 સપ્ટેમ્બરે જોર શોર થી ઉદ્ધાટન કરી ફોટો સેશન કરાવતા આગેવાનો ક્યાં? 27 દિવસ થી સી સી રોડ માટે ખોદાયેલો રસ્તો જેમ નો તેમ એજન્સી ગાયબ શાસકો ની અણઆવડત કે બેદરકારી વગેરે શહેરીજનો માટે સમસ્યા બની રહી છે.
ત્યારે દામનગર પાલિકાનો વિકાસ વાત તો દૂર પ્રાથમિક સુવિધા ઓ પણ ખોરવાય રહી છે વિકાસ ને વરેલી સરકાર ના નેતા ઓ ધ્યાન આપે તે જરૂરી છે પાલિકા માં ચૂંટાયેલા બોર્ડ ને બદલે સંગઠન ના હોદેદારો નો હઠાગ્રહ પ્રોટોકોલ નિયમો નો ભંગ શહેરીજનો માટે નવી સમસ્યા બની રહી છે.
દામનગર નગરપાલિકા ના વિકાસ ની વાત દૂર પ્રાથમિક સુવિધા મળતી નથી બંધ બંધ સ્ટ્રીટ લાઈટો સફાઈ પાણી વિતરણ સહિત ની બાબતો ખોરવાય રહી છે