ધ્રાંગધ્રા કેમીકલ વર્કસ સામે છેલ્લા ઘણા સમયથી કામદારો ઉપવાસ ઉપર બેઠેલા છે. આ ઉપવાસી કામદારો દ્વારા અગાઉ આત્મવિલોપન ની ચીમકી આપવામાં આવેલ અને તેઓ દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ પણ કરવામાં આવેલ હતો. આજરોજ આ ઉપવાસી કામદારો પૈકીના ૧૦ કામદારો દ્વારા ઝેરી દવા પી લેવામાં આવેલ છે.
ફેક્ટરી દ્વારા આ હતભાગી કામદારો માટે વાહન પણ નાં આપ્યું. પોલીસ દ્વારા તેમના વાહનમાં કામદારોને સુરેન્દ્રનગર લઈ જવામાં આવી રહ્યા છે. ધારાસભ્ય નૌશાદ સોલંકી દ્વારા જીલ્લા કલેકટર, એસ.પી., ડે. કલેકટર, ડે. એસપી ને અગાઉ થી જાણ કરવામાં આવી હોવા છતાં તંત્ર નિષ્ફળ નિષ્ફળ નીવડિયૂ હોય તેમ સાબીત થયુ છે..
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ના કેમિકલ વર્કસ સામે છેલ્લાં એક માસથી અનેક માંગણીઓ સાથે કેમિકલ વર્કસ કરતા કામદારો ઉપવાસ ઉપર બેસેલ હતા ત્યારે અનેક મહિનાથી ઉપવાસ ઉપર બેસેલા કર્મચારીઓ ની માગણીઓ ન સંતોષાતા છેલ્લા એક સપ્તાહથી આત્મવિલોપનની આ કેમિકલ વર્કસ સામે કેમિકલ વર્કસ કામ કરતા કામદારોએ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
ત્યારે આ કેમિકલ વર્કસ માં કામ કરતા કામદારોની માંગણીઓ અને ઉપવાસ આંદોલનમાં પણ કેમિકલ કંપનીઓના માલિક મુલાકાતે પણ ન જતા અને માંગણીઓ ન સંતોષાતા આજે મસ્તી વધુ કેમિકલ વર્ષ કરતાં કામદારોએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ફક્ત કેમિકલ વર્ક કામ કરતા કર્મચારીઓની મુલાકાતે દસાડા ધારાસભ્ય નવસાદ ભાઈ સોલંકી તાત્કાલિક અસરે પહોંચ્યા હતા.
અને આ તમામ 10 લોકોએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરનાર ને તાત્કાલિક રીતે ધાંગધ્રા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને સારવાર શરૂ કરી દેવામાં આવી છે ત્યારે હજુ પણ કેમિકલ વર્કસ ના માલિકો મજુરોના નમતું જોખવા માં નથી ત્યારે આગામી સમયમાં તંત્ર દ્વારા આ બાબતે ગંભીર પગલાં ભરીને કેમિકલ વટ ના માલિકો સાથે મિટિંગ કરીને આ કેમિકલમાં કામ કરતા કર્મચારીઓની માંગણી સંતોષવામાં આવે તેવી માંગ અન્ય કર્મચારીઓ કરી રહ્યા છે.
ત્યારે અચાનક દસ લોકોએ ઝેરી દવા પી લેતા હાલ ધાંગધ્રા હોસ્પિટલ માં કલ્પા છવાયો છે અને આ દસેય પરિવારના લોકો અને ઘરના સભ્યો તાત્કાલિક અસરે ધાંગધ્રા હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા છે.