લાખ પ્રયાસ છતાં પણ કોવિડ-૧૯ ને નાથવામાં ધારી સફળતા મળી નથી એ હકિકત સ્વીકારીને સરકારને દેશવ્યાપી લોકડાઉન તબક્કાવાર ખોલવાની જાહેરાત કરવી પડી છે. આ લોકડાઉનનો એક મોટો ફાયદો ઐ થયો છે કે હાલમાં બનતા દૈનિક કેસોમાંથી ૭૦ ટકા જેટલા કેસો દેશનાં ૧૩ મોટા શહેરોમાંથી આવે છે. એટલે બાકી ભારતને ખોલવાની સરકાર હિંમત કરી શકી છે. હિમત કહો કે મજબુરી પણ હવે સાવચેત રહીને કામે ચડી જવા સિવાય કોઇ વિકલ્પ નથી.  કારણ કે જેટલું મોડું થશૈ તેટલી વધારે આર્થિક તકલીફ આવશે. ભારતનાં ચોથા ત્રિમાસિકનાં GDP નાં આંકડા ૩.૧ ટકા એ અટકી ગયા છે. જેના કારણે વર્ષ ૨૦૧૯-૨૦ નો આખા વર્ષનો GDP ઘટીને ૪.૨ ટકા સુધી સિમીત થઇ ગયો છે. આટલી નાજુક સ્થિતી ૨૦૦૯ ની મંદી વખતે પણ નહોતી. દેશનાં ટુરિઝમ, હોસ્પિટાલિટી, એવિયેશન, રેસ્ટોરાં, મનોરંજન જેવી સંખ્યાબંધ ઇન્ડસ્ટ્રીને તાળાં લાગ્યા છે. જેની અસર હવે પછીનાં ત્રિમાસિકમાં દેખાશે. દેશની ટંકશાળ ગણાતી RBI આગાઉ જ દેશને મંદી માંથી બચાવવા રાહતો જાહેર કરી ચુકી હતી. તેમાં લોકડાઉન આવ્યું તેથી વ્યાજદરમાં ઘટાડાથી માંડીને લોનનાં હપ્તામાં રાહતો જેવા પગલાં લેવા મજબુર થઇ છે પરિણમે RBI નું માળખું પણ નબળું પડ્યું છે. તેથી જ RBI ઐ આગામી વર્ષનો GDP નેગેટિવ રહેવાનાં સંકેતો આપ્યા છે. એસ એન્ડ પી બે સપ્તાહ પહેલાજ સંકેત આપ્યા છે કે ભારત માટે આગામી એક વર્ષ નબળું રહેશે. સરકારે દેશની રાજકોષિય ખાધ ૩.૮ રાખવાનું લક્ષ્યાંક રાખ્યું હતું પરંતુ તે વધીને ૪.૫૯ થઇ ગઇ છે.

ભારતનાં સૌથી અસરગ્રસ્ત શહેરોની યાદીમાં મુંબઇ, અમદાવાદ, દિલ્હી, જયપુર, જોધપુર, ઇન્દોર, ચેન્નઇ, પુના, થાણા, કોલકોતા, હૈદરાબાદ જેવા શહેરો છે. આમ જોઇઐ તો આ શહેરો ભારતીય ઇકોનોમીની લાઇફલાઇન ગણાય છે. આમ ભારત ૯.૪૫ ટ્રીલિયન ડોલરથી પણ વધારેનાં GDP વાળી વિશ્વની વધારે પ્રોડ્કટીવ ઇકોનોમીઓમાં સ્થાન ધરાવે છે. હમણાં સુધી ૭ ટકાના વિકાસ દરે આગળ વધતી ઇકોનોમી હતી. જેમાં ૫૦ કરોડથી વધારે મિડલક્લાસ જનતા છે. જેને પોટેન્શ્યલ ક્ધઝ્યુમર ક્લાસ ગણી શકાય. દેશની ઇકોનોમીમાં મોટો ફાળો આપનારા ૧૦ મુખ્ય શહેરો માંથી મુંબઇ, GDP (૩૧૦ અબજ ડોલર) દિલ્હી (૨૯૪ અબજ ડોલર) કોલકતા (૧૫૦ અબજ ડોલર) ચેન્નઇ (૭૮ અબજ ડોલર) તથા અમદાવાદ, પુના તથા હૈદરાબાદ જેવા શહેરો આશરે ૭૦ અબજ ડોલરની ક્ષમતા સાથે મહત્તમ ફાળો આપે છે. આમ જોઇઐ તો આ શહેરો દેશની ઇકોનોમીમાં અડધોઅડધ ફાળો આપતા હોય તો શું? એમ તો આ મોટા શહેરોમાં પણ અમુક વિસ્તારોને કદાચ સરકાર ખુલ્લા મુકે એવી ધારણા છૈ. પરંતુ અમુક એવા પણ વિસ્તારો હશૈ જે આ શહેરો ઉપરાંત બંધ રહેશે અથવા તો અડધો દિવસ માટે ખુલ્લા મુકાશે. તેથી એકંદરે ૫૦ ટકા દેશ કામે ચડી ગયો એવું કહી શકાય.

શું આ ૫૦ ટકા દેશ ભારતની ઇકોનોમીની ગાડીને દોડતી કરી શકે ? કદાચ દોડતી નહીં તો પણ ચાલતી તો કરી જ શકે. કારણ કે બંધ રહેનારા મોટા શહેરો માંથી મજુર વર્ગ વતનમાં જતો રહ્યો છે. તેથી તેમને વતનમાં ખેતીના ક્ષેત્રે રોજગાર મેળવવાનો રહેશે. આમેય તે ભારતના છેલ્લા ત્રિમાસિક ગાળાનાં વિકાસમાં કૄષિ ક્ષેત્રનો મહત્તમ ફાળો રહ્યો છે. આ ઉપરાંત અગાઉ પણ મોટા શહેરો વેચાણનાં સેન્ટરો હતા, જ્યારે ઉત્પાદન માટે તો બીજા વિસ્તારો ઉપર જ મદાર રાખવો પડતો હતો.

ઇકોનોમી જગ્યા મળે એ દિશામાં આગળ વધે જ છૈ. કદાચ એવું પણ બને કે ઇકોનોમી માટે મહત્વપૂર્ણ ગણાતા ઉપરોક્ત શહેરો માંથી અમુક લાંબા સમય માટે બંધ રહેવાના કારણે આગામી દિવસોમાં મહત્વનાં ન પણ રહે. તેના સ્થાને અન્ય કોઇ શહેર વિકાસની કેડી કંડારે એવું પણ બને. ખેર જે થાય તે પરંતુ આપણે રોગચાળા વચ્ચે કારોબાર કરીને આગળ વધવાનું છૈ એ વાત નક્કી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.