અંદમાન-નિકોબારમાં ફાઈટર પ્લેન સ્ટેશન સ્થાપશે ભારત

ભારતની આસપાસ ચીનની દખલઅંદાજી વધતી જાય છે. શ્રીલંકા, પાકિસ્તાન અને નેપાળમાં ધીમે-ધીમે મુડી રોકાણ કરી ભારતની આસપાસ સકંજો ચીન કસી રહ્યું છે માટે સંરક્ષણ ક્ષેત્રે મજબુત થવાની જરૂર ભારતને ઉભી થઈ છે. જેના ભાગરૂપે અંદમાન નિકોબારમાં ફાઈટર એરો પ્લેન સ્ટેશન સ્થાપવાનો નિર્ણય લીધો છે.

બીજા વિશ્ર્વ યુદ્ધ બાદ એવું પ્રથમ બની રહ્યું છે કે અંદમાન નિકોબારમાં પરિસ્થિતિ સંભાળવા માટે લડાકુ વિમાનોને તૈનાત કરવામાં આવશે. આ વિસ્તારમાં મલાકા, સનડા અને લમ્બોક જેવી જગ્યાઓ છે જયાં હિંદ મહાસાગર અને દક્ષિણ ચીન મહાસાગર એકબીજા સાથે જોડાઈ છે. વિશ્ર્વનો ૭૦ ટકા વ્યાપાર આ જગ્યાએથી થઈ રહ્યો છે. ઘણા સમયથી ચીનના યુદ્ધ જહાજો ભારતીય સીમામાં દેખાઈ રહ્યા છે. ચીન મહાસાગર બાદ હિંદ મહાસાગરમાં પણ પગ પેસારો કરવાનો ખેલ ડ્રેગનનો છે.

જેના કારણે ભારતીય નૌકાદળે ૧૯ કેપીટલ યુદ્ધ જહાજો અને બે ફલોટીંગ ડોગ આ વિસ્તારમાં તૈનાત કર્યા છે. એરબેઈઝ ઉપર નજર રાખવા ભારત ઘણા સમયથી યોજના બનાવી રહ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે અંદમાન નિકોબાર ભારતનું સૌથી મોટુંં આઉટ પોસ્ટ છે જયાં હવે લડાકુ વિમાનો માટે સ્ટેશન બનાવવામાં આવશે. ફાઈટર પ્લેન માટેના સ્ટેશનથી હિંદ મહાસાગરમાં ચીનની દખલ અંદાજી રોકવાનો પ્રયાસ થશે.

ચીનની સરહદે ભારત સૌથી મોટો પુલ બાંધશે

ચીન સાથે જોડતી સરહદ નજીક ભારત એશિયાનો બીજો સૌથી મોટો પુલ બનાવી રહ્યું છે. જેનું ઉદઘાટન વર્ષના અંત સુધીમાં વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવશે. આ પુલ સરહદે શસ્ત્ર સરંજામ મોકલવા માટે ખુબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. જુલાઈ સુધીમાં ૪.૯૪ કિમી લાંબા આ પુલના નિર્માણનું કામ પૂર્ણ થઈ જશે. જોકે ઈલેકટ્રીકલ અને સિગ્નલનું કામ પુરુ કરતા વધુ બે મહિના લાગશે. એશિયાના બીજા નંબરના સૌથી લાંબા પુલમાં પ્રથમ માળે ત્રણ લેનનો હાઈવ રહેશે. જયારે નીચે ડબલ પટ્ટીની રેલવે લાઈન હશે. આ પુલ બ્રહ્મપુત્રા નદીની સપાટીથી ૩૨ મીટર ઉંચાઈએ બાંધવામાં આવ્યો છે. સ્વીડન અને ડેનમાર્કને જોડતા પુલની જેવો જ આ પુલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.