હિતેશ રાવલ, સાબરકાંઠા:એક તરફ કોરોના મહામારીને કારણે છેવાડાના વ્યકતિને આર્થિક સહાયની તાતી જરૂરિયાત ઉભી થઇ છે ત્યારે ગુજરાત સરકારના પુરવઠા પ્રધાનના હસ્તે સાબરકાંઠામાં આજે ક્રેડિટ લોન અંગેનો રાજ્યકક્ષાનો મહા મેળો યોજાયો હતો. જેમાં એક જ છત નીચેથી એકી સાથે 311 કરોડની લોન અપાઈ છે જેના પગલે આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લાના હજારો લોકોને આર્થિક રીતે પગભર થવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો છે.
સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજે બેંક ઓફ બરોડા તેમજ રાજ્ય સરકારના સહયોગથી એક જ છત નીચે કરોડોની લોન મંજૂર કરી તાત્કાલિક ધોરણે ૧૫,૦૦૦ જેટલા લાભાર્થીઓને પહોંચાડવામાં આવી છે. જેમાં 311 કરોડની લોન વિવિધ બેંકના સહયોગથી અરજદારોની માગણી અનુસાર સરળતાથી પહોંચાડવામાં આવી છે. નાના મોટા ઉદ્યોગ સહિત લારી ગલ્લાથી લઈ ફાર્મ હાઉસ તેમજ ગ્રીન હાઉસ સહાય મંજૂર કરવામાં આવી છે.
આ તબક્કે ગુજરાત રાજ્યના પુરવઠા પ્રધાન ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે હાલ રાજ્ય સરકાર દ્વારા છેવાડાના વ્યકતિને પગભર કરવા માટે બેંકના સહયોગથી લેવાયેલું પગલું આવકારનીય છે. સાથોસાથ ભારતના પ્રધાનમંત્રી દ્વારા કોરોના મહામારીને પગલે આર્થિક સહયોગ નીરવ જરૂરી બન્યું છે ત્યારે એક સાથે 311 કરોડનો લાભ એક જગ્યાએથી અપાયો જે તમામ લોકો માટે મહત્ત્વનું બની રહેશે તે નક્કી બાબત છે.
જો કેપ્રધાનમંત્રી જનધન યોજનાથી લઈ વિકાસને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ત્યારે આ મામલે આગામી સમયમાં સ્થાનિક લોકોના જીવન સ્તરમાં કેટલો બદલાવ આવે છે સાથોસાથ રેકોર્ડ બ્રેક લોન આપવાના મામલે બેંક.ઓફ.બરોડા દ્વારા લેવાયેલો નિર્ણય ગુજરાતમાં પણ મહત્વનો સાબિત થશે.