હોટલે પ્રસંગમાં આવેલા મહેમાનોની કારને ગઠિયાએ નિશાન બનાવી , રૂ.50 હજારનું કર્યું નુકશાન : સીસીટીવી ફૂટેજ આધારે પોલીસ તપાસ
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ દીન પ્રતિદિન લૂંટ અને ચોરીની ઘટના બનવા પામી છે.ત્યારે ગઇકાલે કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલ નજીક પાર્ક કરેલી સાત કારના કાચ તોડી ગઠીયાઓ દ્વારા ચોરીનો પ્રયાસ કરાયો હતો. જે મામલે પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.
વિગતો મુજબ કાલાવડ રોડ પર રહેતા રાજનભાઇ જયપ્રકાશભાઇ કાલરીયાએ ફરીયાદ જણાવ્યું હતું કે, હું ટુર્સે એન્ડ ટ્રાવલે સનો વ્યવસાય કરી મારા પરીવારનુ ગુજરાન ચલાવુ છુ. મારી પાસે ઇનોવા કાર જીજે-06-એમ.ડી.-5758 ની છે.જે મારી માલીકીની છે.ગઈકાલે હુ મારા પરીવાર સાથે સૈયાજી હોટલ ખાતે પરેસભાઇ માનસુરીયાને ત્યાં પ્રસંગમાં આવેલ હોય અને અમારી ઉપરોકત નંબરની ઇનોવા કાર સૈયાજી હોટલના વેલેટ પાસેથી પાર્કીંગ કરવા માટે આપેલ હતી અને પ્રસંગ પુરો થતા અમે આશરે નવ સાડા નવેક વાગ્યે બહાર આવતા અમારી ઇનોવા કાર હોટલમાં કામ કરતો માણ સ વેલટમાં લઇ આવતા અમે અમારી કારમાં જોતા ખાલી સાઇડનો પાછળનો કાચ તુટેલ જોવામાં આવેલ જે બાબતે અમારી કાર લઇને આવેલ માણસને પુછતા તેને જણાવેલ કે મને કોઇ જાણ નથી.
અમે કાર બહાર રોડ ઉપર રાખેલ હતી અ ને અમે રોડ ઉપર જઇ જતા ત્યાં કાર રાખેલ કારના માલિકો ભેગા થયેલ હતા જેમાં પ્રસંગમા આવેલ તેમજ હોટલમાં આ વેલ બીજા માણસોની કારના કાચ પણ કારના માલિકો એ ચેક કરતા અલગ અલગ કારોના ખાલી સાઇડના કાચ તુટેલ હતા જેમા પલ્લવભાઇ માકડીયા ની રેન્જરોવેર રજી. નં. જીજે-03-એમ.ઇ.-7732 ની કારનો ખાલી સાઇડનો આગળનો કાચ તુટેલ હતો, તેમજ રોહનભાઇ વૈદય ની એમ.જી.હેકટર જેના રજી. નં. જીજે-03-એચ.કે.-3781 નો પણ ખાલી સાઇડનો આગળનો કાચ તુટેલ હતો.
આમ કુલ આશરે રૂ.50,000/- ની નુકશાની કરી તેમજ આ સિવાયની બીજી ચારેક કાર ના પણ આ રીતે ગાડીના કાચ તુટેલ હતા. જેઓ હાલ ગાડી લઇને જતા રહેલ છે.જેથી તાલુકા પોલીસમાં ફરિયાદ નોધાવતા પોલીસે અજાણ્યા ગઠીયાઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.