મહિલા સહિત ૯ ની આત્મવિલોપન કરે તે પૂર્વે અટકાયત : ચાર લોકોએ ફીનાઇલ પી લેતા સારવારમાં ખસેડાયા : પોલીસ તપાસના નામે હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ
રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકમાં સોમવારે આંબેડકર નગર પૂતળા પાસે ત્રણ મહિલા સહિત ચાર લોકોએ ફિનાઈલ પીવાના પ્રયાસ સાથે સામુહિક આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. આત્મવિલોપન કરવા આવેલા તમામ લોકોએ આક્ષેપ કર્યો હતો કે, પોલીસ દ્વારા તપાસના નામે હેરાન કરવામાં આવે છે. પરંતુ મહિલા સહિત ૯ ને ફિનાઈલ પીવે તે પહેલા જ તમામની અટકાયત કરી લીધી હતી. પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.જયારે ચાર લોકોએ પી લેતા સારવાર અર્થે હોસ્પિલ ખસેડાયા હતા.
શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર રહેતા હિરેનભાઈ ગોવિદભાઈ પરમારને ત્યાં માલવીયનગર પોલીસે દારૂ-જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે માલવીયનગર પોલીસે દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. જો કે પોલીસ પહોંચે તે પૂર્વે બધા સગેવગે થઈ ગયા હતા. પછી પોલીસ ચેકિંગના નામે હેરાનગતિના કરતી હોય તેવા આક્ષેપ સાથે આંબેડકરનગર પૂતળા પાસે સામુહિક આપઘાત કરવા પહોંચશે તેવી જાણ થતાં એ ડિવિઝન , એસઓજી, ક્રાઇમ બ્રાંચની ટીમે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.આત્મવિલોપન કરવા આવેલા ત્રણ મહિલા સહિત ૧૨ લોકોની પોલીસ અટકાયત કરી હતી અને ફિનાઈલની બોટલ કબ્જે કરી હતી. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની ટીમ તૈનાત કરી દેવામાં આવી હતી. જો કે પોલીસ તમામની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ વી.જે જોશીની ટીમે પાયલ પાર્થ ગોહિલ, તેના પતિ પાર્થ ગોહિલ, હિરેન ગોવિદ પરમાર, તેની પત્ની રેખાબેન, નિલેશ મકવાણા, નીતિન વલ્લભ વાઘેલા, અશ્વિન ગોવિદ મકવાણા, મનીષાબેન સાગર પરમાર, અજય જેન્તી રાઠોડ, કિશન લલિત થાપા, નરેશ પ્રેમજી ભાસ્કર, અજિત લલિત થાપાનીની અટકાયત કરી હતી. દપતિ સહિત ૧૨ લોકોમાં પાર્થ ગોહિલ, અજય થાપા , નરેશ ભાસ્કરે ,કિશન થાપાએ ફીનાઇલ પી લેતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.