લગ્ન પ્રસંગમાંથી જાનૈયાઓ બસમાં પરત ફરતી વેળાએ બન્યો બનાવ : આરોપીઓની પોલીસ દ્વારા શોધખોળ
હળવદના ચરાડવા ગામ નજીક જાનૈયાઓ ભરેલી બસને આંતરી 8 જેટલા આવારા તત્વો દ્વારા બસ પર પથ્થરમારો કરી જૂથનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ પથ્થર મારામાં નવ જેટલા લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હુમલા સમયે નજીકના ગામના યુવાનો ઘટના સ્થળે દોડી જતા લુખ્ખાઓ તેમને જોઈ ત્યાંથી ભાગી ગયા હતા. આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલાએ 8 શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાળો બોલવાની ના પાડતાં 8 આવારા તત્વોએ કર્યો હુમલો :
આંદરણા ગામના યુવાનો આવી જતા લુખ્ખાઓ પલાયન થયા હતા
માહિતી અનુસાર અમદાવાદથી મામેરુ પ્રસંગ પુર્ણ કરી આવી રહેલા મોરબીના પિપળી ગામના ડાભી પરીવારની ટ્રાવેલ્સ બસ ચરાડવા ગામે ટ્રાવેલ્સ ચા પીવા ઉભી રહી હતી. જ્યાં ચાની દુકાને લુખ્ખા યુવાનો ગાળો બોલતા હતા. જેને ગાળો બોલતા રોકતા લુખ્ખાઓ ચાલ્યા ગયા હતા. બાદમાં બસ ચરાડવાથી એક કિ.મી દૂર ટ્રાવેલ્સને ઉભી રાખી લુખ્ખાઓએ પથ્થરમારો કર્યો હતો. અને ટ્રાવેલ્સમાં બેઠેલા લોકો સાથે મારામારી કરી હતી. જે હિંચકારા હુમલામાં ટ્રાવેલ્સ બસના કાચ ફૂટ્યા હતા. તેની સાથે સાથે ટ્રાવેલ્સ બસમાં રણછોડભાઈ સતાભાઈ ડાભી (રહે. પીપળી. તા.મોરબી), ગેલાભાઈ મુમાભાઈ ડાભી, નવઘણભાઈ દેવાભાઈ ડાભી, કંકુબેન કરણભાઈ ગમારા (રહે. વાવડી),હીરાભાઈ ગોવિંદભાઈ ડાભી,
ભાણજીભાઈ વરવાભાઈ ડાભી, અરજણભાઈ વાસાભાઈ બાંભા અને નાથાભાઈ સતાભાઈ ડાભીને ઈજાઓ પહોંચતા હળવદ અને મોરબી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
જયારે ટ્રાવેલ્સમાં બેઠેલા ડાભી પરિવારના લોકોએ જણાવ્યું હતું કે, ટોળાના હાથમાં ધારીયા, છરી અને પથ્થરો હતા. સાથે સાથે તેમની પાસે મરચાની ભૂકી પણ હતી. તેમજ લુખ્ખા તત્વોનો બસ લૂંટ કરવાનો પણ ઈરાદો હતો. તેની સાથે સાથે ટ્રાવેલ્સ બસને પણ સળગાવી દેવાનો લુખ્ખાઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જોકે આંદરણા ગામથી માલધારી સમાજના યુવાનો ઘટના સ્થળે આવી જતા તેઓનો જીવ બચ્યો હતા. સાથે જ બનાવને પગલે હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી જઈ હુમલો કરનારા અમુક શખ્સને ઝડપી પણ લીધા હતા. આ બનાવમાં સામા પક્ષે સદામ ગુલ મોહમ્મદ ભટી (રહે. ચરાડવા) અને ઈમરાનભાઈ ગગાભાઈ જામ