આર્થિક સંકડામણને કારણે તળાવમાં ઝંપલાવી મોતને મીઠુ કરવા નિકળેલા ત્રણ સારવાર હેઠળ
રાજકોટ જિલ્લાના ધોરાજીના ભાડેર માં સામૂહિક આત્મહત્યાને અંજામ આપે એ પહેલા ત્રણને વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા અને બે ના મૃત્યુ થયા પોરબંદરના શબીર આમદ રાઠોડ તેના પરિવાર સાથે ભાડેર ગામ પાસે આવેલા તળાવમાં આત્મહત્યા કરવા માટે પડ્યા ત્યાજ નજીકમાં ગાયો ચરાવતા લોકો જોઈ જતા સ્થાનિક ગ્રામજનો જાણ કરતા સ્થાનિક તરવૈયા એ ૫ માંથી ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે બે બાળકો ના મૃત્યુ નિપજ્યા હતા.
પોરબંદરના શબીર આમદ રાઠોડ (ઉ.વ.૩૫) તેની પત્ની રૂખસાના શબિર રાઠોડ (ઉ.વ. ૨૮) તેમનો નાનો પુત્ર એહમદ શબીર રાઠોડ (ઉ.વ. ૪) આ ત્રણેય બચી જવા પામ્યા હતા જ્યારે શબીર ની પુત્રી રેહાના (ઉ.વ.૧૦) અને પુત્ર મોહમ્મદ (ઉ.વ.૮)નું મોત થયું હતું તેમના મૃતદેહને પીએમ અર્થે ધોરાજીના મોટી મારડ ખાતે ખસેડવામાં આવ્યા છે.
પાટણવાવ પોલીસ પીએસઆઇ વાય.બી.રાણાએ જણાવ્યું હતું કે આ પરિવાર પોરબંદરથી આવ્યા હતા અને આર્થિક સંક્રડામણના કારણે આપઘાત કરવા મજબૂર બન્યો હતો હાલ બચી ગયેલ લોકોને મોટી મારડ હોસ્પિટલ ખાતે સારવારમાં છે.
આ બનાવ અંગે પાટણવાવ પો.સ્ટે.માં ફરિયાદી ભુટાભાઇ ગોબરભાઇ વકાતર (ઉ.વ.૫૦)એ આરોપી સબ્બીર આમદ રાઠોડ (ઉ.વ.૩૬) સામે તેના બે બાળકોની હત્યા અને પત્નિના ખુનનો પ્રયાસ કર્યા અંગેની ફરિયાદ નોંધાઇ છે. વધુ તપાસ પી.એસ.આઇ. વાય.બી. રાણા દ્વારા હાથ ધરવામાં આવી છે.