આશાવર્કરને છુટા કરવાની નોટિસ ન બજાવતા મેડિકલ ઓફીસરની ભૂમિકા શંકાના દાયરામાં
પાટડી તાલુકાના મીઠાગોઢા ગામે ગત ૨૯એપ્રિલના રોજ મહિલા હેલ્થ વર્કર સ્નેહલબેન દ્વારા પોતાના આશા વર્કરના ત્રાસથી ફરજ પરથી રાજીનામુ આપવાનો નિર્ણય કરાયો હતો આ વાતને લઇને કેટલાક પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મિડીયામાં અહેવાલો જાહેર થયા હતા જે બાબતના પડઘા છેક જીલ્લા આરોગ્ય કેન્દ્ર સુધી પડતા જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા આ બાબતે તપાસ કરવા માટે તપાસ કમિટીની રચના કરાઇ હતી. તપાસ કમિટીની રચના બાદ પંદરેક દિવસ સુધી મહિલા હેલ્થ વર્કર સ્નેહલબેન રાજીનામા મામલે તપાસ કરતા આખરે સમગ્ર મામલો લંબાવવાની પ્રયત્ન થતો હોવાનો વિગત પ્રકાશમાં આવી હતી અને પાટડીના મેડીકલ ઓફીસર ગોપાલ ઠાકોર દ્વારા મીઠાઘોડાના આશા વર્કર પર પગલા લેવાના બદલે મહિલા હેલ્થ વર્કરને તાત્કાલિક ફરજ પર હાજર થવા માટે દબાણ કરતી નોટીસ ઇશ્યુ કરાઇ હતી જોકે મહિલા હેલ્થ વર્કર દ્વારા પણ સામે નોટીસનો લેખીત જવાબ આપતા આશા વર્કર મીઠાઘોઢાના સ્થાનિક હોય અને પુવઁ સરપંચ હોય જેથી પોતે ફરજ પર હાજર થયા બાદ મહિલા વર્કર સાથે કોઇ ઘટના બને તો તેનુ જવાબદાર કોણ ? તેવા પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા. જ્યારે આ મામલો ખુબ જ ઉછળ્યો હોવાથી સુરેન્દ્રનગર CDHO દ્વારા ગત સોમવારના રોજ પાટડી મેડીકલ ઓફીસર ગોપાલ ઠાકોરને તાત્કાલિક ધોરણે મીઠાઘોઢાના આવા વર્કર હંસાબેનને ફરજ પરથી છુટા કરવાના આદેશ આપ્યા હતા પરંતુ મેડીકલ ઓફીસર ગોપાલ ઠાકોર દ્વારા કોઇપણ કારણોસર જીલ્લા આરોગ્ય અધિકારીને આદેશને પાલન કરવાના બદલે આશા વર્કરના પક્ષે રહી યેન-કેન પ્રકારે મામલો ઠંડો પાડવા દોડધામ શરુ કરી છે. સાથે મેડીકલ ઓફીસરે ગત સોમવારના જી અલા અધિકારીના આદેશને આશા વર્કરને ફરજ પરથી છુટા કરવાની નોટીસ હજુ સુધી બજાવવાની તસ્દી લીધી નથી. તેવામાં ગત દિવસોમા મહિલા હેલ્થ વર્કરને ફરજ પર હાજર થવાના દબાણ કરતી નોટીસ મોબાઇલ વોસ્ટએપ દ્વારા બજાવી હતી જેથી સ્પષ્ટ રીતે સાબિત થાય છે કે મેડીકલ ઓફીસર ગોપાલ ઠાકોર આશા વકઁર તરફે એન્જન્ટ માફક સમગ્ર મામલો દબાવવાના પ્રયત્નો કરી રહ્યા છે.
પાટડી મેડિકલ ઓફીસર દ્વારા વ્હાલા -દવલાની નીતિ?
પાટડી મેડીકલ ઓફીસર ગોપાલભાઇ ઠાકોર દ્વારા અગાઉ સ્નેહલબેન જાનીને તાત્કાલિક ફરજ પર હાજર થવા જણાવવા માટે નોટીસ કાઢ્યાના પંદર મિનીટની અંદર જ મહિલા હેલ્થ વર્કરને વોસ્ટઅપમા સેન્ડ કરી હતી , જ્યારે આશા વર્કરને છુટા કરવાની નોટીસને ત્રણ દિવસ સુધી દબાવી રાખી સમગ્ર મામલાને રફેદફે કરવા મેડીકલ ઓફીસરની કિમીયો સ્પષ્ટ નજરે પડ્યો છે.