જૂનાગઢમાં જાહેરનામાના ભંગ અંગે પકડાયેલા શખ્સને પોલીસ જાપ્તામાંથી ભગાડી જવાની એક શખ્સ દ્વારા કોશિશ કરવામાં આવી હોવાની બે યુવકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જૂનાગઢમાં હાલમાં ચાલી રહેલા લોક ડાઉન માં જાહેરનામાના ભંગ કરવા બદલ પોલીસે નદીમ ઉર્ફે વિકી મુન્ના ભાઈ મીરની અટક કરી, પોલીસ જાપ્તા સાથે પોલીસવાનમાં પોલીસ સ્ટેશને લઈ જવાઈ રહ્યો હતો, ત્યારે મુન્નાભાઈ ઇબ્રાહીમભાઇ મીર પોલીસ વાનની પાછળ મોટરસાયકલ લઈને આવ્યાં હતાં અને નદીમને પોલીસ વાહનમાંથી કૂદકો મારી, નાસી જવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ પોલીસે નદીમને નાસવા દીધો ન હતો.
આ અંગે પોલીસે જાતે ફરિયાદી બની જૂનાગઢના બે શખ્સો સામે પોલીસના કામમાં રુકાવટ સહિતની કલમો લગાડી ગુનો દાખલ કર્યો હતો, અને નાસી જનાર મુન્નાભાઈને પકડી પાડવા તજવીજ હાથ ધરી હતી.