સચિવાલયના ગેટ-1 અને ગેટ-4 પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો
આજે પાટનગરમાં LRD ભરતીમાં વિલંબ થતાં ઉમેદવારોનો સચિવાલયનો ઘેરવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં 40 જેટલા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હતી. તમામ ઉમેદવારો મંજૂરી વગર એકઠા થતાં અટકાયત કરાઈ છે. પુરૂષ ઉમેદવારો ભરતીમાં સંખ્યા વધારવાની માગ કરી રહ્યા છે.
સચિવાલયના ગેટ-1 અને ગેટ-4 પર પોલીસ નો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉમેદવારો મુખ્યમંત્રીને રજૂઆત કરવા આવ્યા હતા.