સાયલામાં દારૂ, જુગાર જેવા ગુનાઓ સામે કાર્યવાહી ન થતાં યુવાને કલેકટર કચેરીમાં કેરોસીન છાંટયું: પોલીસે કરી અટકાયત
સાયલા તાલુકાઓમાં દારૂ, જુગાર , રેતી, પથ્થર , કોલસા જેવા ગેરકાયદેસર ગોર ધંધા ચાલતા હોય તેવી રાવ ફરિયાદ સાથે અને દારૂનું ધૂમ વેચાણ થતું હોવાના પગલે સુરેન્દ્રનગર કલેકટર કચેરી સામે બે લોકો ઉપવાસ ઉપર આજે બપોરના સમય બાદ ઉતરશે એવું જાણવા મળી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ કથળી રહી છે તેને ખાસ કરી સાયલા તાલુકામાં કાયદો વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિના મામલે સ્થાનિક બે જાગૃત લોકો દ્વારા અવાર-નવાર ગૃહવિભાગ અને સહિતના લાગતા-વળગતા અધિકારીઓને લેખિતમાં અવાર નવાર રજૂઆત કરવામાં આવી છે.
તે છતાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં બેફામ રીતે ગૌચર અને ખાનગી જમીનો ઉપર ખનીજ માફિયાઓ દ્વારા બેફામ રીતે ચોરી રેતી પથ્થર કાઢવામાં આવતા હોવાની રાવ ફરિયાદ ના મામલે અને તંત્ર આ બાબતે કોઈપણ જાતના પગલાં ન ભરતા હોવાના આક્ષેપ સાથે સુરેન્દ્રનગર કલેકટર કચેરી સામે સાયલા તાલુકાના બે લોકો આજે બપોરના સમય બાદ ઉપવાસ ઉપર ઉતર્યા છે તેવું હાલમાં જણાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે સાયલા તાલુકામાં જુગાર રેતી પથ્થર કોલસા જેવા અને ખનીજ માફિયાઓ બેફામ બનતા જઈ રહ્યા હોય તેમને ડામવા માટે સાયલા વાસીઓ મેદાને આવ્યા છે તે જાગૃત નાગરિકો દ્વારા જે સાયલા તાલુકામાં ચાલતા ગેર કાયદેસર ધંધા-રોજગાર બંધ કરાવવામાં આવે તેવી રજૂઆત અનેક વખત તંત્રને ગૃહ વિભાગમાં કરવામાં આવી હતી કે છે તો પણ કોઈપણ જાતના ગોરખધંધા કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં ન આવતા રોષની લાગણી વ્યાપી જવા પામી છે.
ત્યારે આજે બપોરના સમયે બાદ ભણજી ભાઈ ચતુર ભાઈ અને જીતેન્દ્ર ભાઇ પરમાર કલેકટર કચેરી સામે ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા છે અને આજે બીજો દિવસ છે.ત્યારે અધિકારીઓની મિલીભગતના કારણે કરોડો રૂપિયાનો કારોબાર થતો હોવાનો આક્ષેપ પણ આ ઉપવાસ ઉપર ઉતરેલા લોકો દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉપવાસ ઉપર બેસેલા વ્યક્તિ અનિલ રાઠોડ દ્વારા કલેકટર ઓફિસમાં આત્મવિલોપનનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો ત્યારે પોલીસની સતર્કતાને કારણે આ યુવકને આત્મવિલોપન કરતા બચાવી લેવામાં આવ્યો છે.