- ભાવનગરના ગારિયાધારના મોરબા ગામે 6 વર્ષના બાળકની હ*ત્યાનો પ્રયાસ
- મોરબા ગામે એક 6 વર્ષીય આદિત્ય નામના બાળકનું અપહરણ બાદ હ-ત્યાનો કરાયો પ્રયાસ
- ઉદય નામનાં ઇસમ દ્વારા અપહરણ કરી હ-ત્યાનો પ્રયાસ કરતાં પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ
- બાળકનાં આઇ કાર્ડની દોરીથી ગળું દબાવી કરાયો હ-ત્યાનો પ્રયાસ
- પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
ગારીયાધારનાં મોરબા ગામે 6 વર્ષીય આદિત્ય નામના બાળકનું અપહરણ બાદ હ-ત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, કુટુંબી મામા કબૂતર બતાવવાની અને ચીકુ ખવડાવવાની લાલચ આપી ભાણેજને પોતાના ઘરે લઈ ગયો હતો અને મારી નાખવાના ઈરાદે ગળામાં પહેરેલ આઈકાર્ડની દોરી વડે ગળામાં ટુંપો દઈ અને મોઢામાં ડુચો દીધો અને કબાટમાં પુરી દીધો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારબાદ બાળકનાં હાથ બાંધેલી હાલતમાં રસ્તા પર રડતો રડતો મળી આવ્યો હતો. આ ઉપરાંત ઉદય કંટારિયા નામનાં ઇસમ દ્વારા અપહરણ કરી હત્યાનો પ્રયાસ કરતાં ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવી હતી, ત્યારે ગારીયાધાર પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર ઘટનાની જો વિગતવાર વાત કરવામાં આવે તો
ગારિયાધાર તાલુકાના મોરબા ગામે કુટુંબી મામાએ કબુતર બતાવવાનું અને ચીકુ ખવડાવવાની લાલચ આપી ભાણેજને
પોતાના ઘરે લઈ જઈ હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ બાળકની માતાએ ગારિયાધારો પોલીસ મથકમાં કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. કુટુંબી મામા કબૂતર બતાવવાની અને ચીકુખવડાવવાની લાલચ આપી ભાણેજને પોતાના ઘરે લઈ ગયો હતો. બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગારિયાધાર તાલુકાના મોરબા ગામે રહેતા લતાબેન સુરેશભાઈ બોરીયાએ ગારિયાધાર પોલીસ મથકમાં ઉદય લાભુબેન માવજીભાઈ કંટારિયા (રહે. મોરબા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેમનો 6 વર્ષનો દિકરો ઘરે રમતો હતો તે વખતે તેમના ઘરની નજીકમાં રહેતા ઉક્ત તેમના ફઈનો દિકરો ઉદય તેમના દિકરાને કબુતર બતાવવાની અને ચીકુ ખવડાવવાની લાલચ આપી પોતાના ઘરે લઈ જઈ તેના દિકરાને મારી નાખવાના ઈરાદે તેમના દિકરાના ગળામાં પહેરેલ સ્કૂલ આઈકાર્ડની દોરી વડે ગળામાં ટુંપો દઈ અને મોઢામાં ડુચો દઈ તેના ઘરના કબાટમાં પુરી દીધો હતો અને થોડીવાર પછી પછી તેમના દિકરાને આંખમાં અંધારા આવતા તેને કબાટમાંથી બહાર કાઢી હાથમાં આઈ કાર્ડ બાંધી ત્યાંથી નાસી છૂટયો હતો. આ અંગે ગારિયાધાર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ : ચિરાગ જોબનપુત્રા