કચ્છનું ઘરેણું નાના ડેરાએ પોતાના આગવા અંદાજથી ખેલૈયાઓને કરાવી મોજ

અફલાતુન આયોજન અને સ્વચ્છતાની સર્વત્ર પ્રશંસા: વિજેતાઓને લાખેણા ઈનામથી નવાજાયા

‘અબતક’ સુરભી રાસોત્સવમાં પ્રથમ નોરતે જ ખેલૈયાઓ મન મુકીને ઝુમી ઉઠયા હતા. કચ્છનાં ઘરેણા એવા નાના ડેરા તરીકે પ્રખ્યાત દેવરાજ ગઢવીએ પોતાના આગવા અંદાજથી ખેલૈયાઓને મોજ કરાવી હતી.10 8 પ્રથમ નોરતે ‘અબતક’ સુરભી રાસોત્સવનાં અફલાતુન આયોજન અને સ્વચ્છતાની સર્વત્ર પ્રશંસા થઈ હતી. પ્રથમ દિવસે વિજેતા થયેલા ખેલૈયાઓને ઈનામોથી નવાજવામાં આવ્યા હતા.2 55રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આયોજીત ‘અબતક’ સુરભી રાસોત્સવમાં ગઈકાલે પ્રથમ નોરતે રાત્રે જાણે સુરજ ઉગ્યો હોય તેવો માહોલ સર્જાયો હતો. પ્રથમ નોરતે જ હજારોની સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડીને મનભરીને ઝુમ્યા હતા. સૌપ્રથમ માતાજીની ભાવભેર આરતી કરવામાં આવી હતી.3 46 ત્યારબાદ પ્રથમ રાઉન્ડમાં રઉફ હાજી, વંદનાબેન ગઢવી અને હિનાબેન હિરાણીનાં સંગાથે ખેલૈયાઓ ઝુમી ઉઠયા હતા. બાદમાં બીજા રાઉન્ડમાં કચ્છના ઘરેણા એવા નાના ડેરા તરીકે પ્રખ્યાત દેવરાજભાઈ ગઢવીની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી.4 33 તેઓએ પોતાના આગવા અંદાજમાં છલડાથી શરૂઆત કરી હતી ત્યારે ઉ૫સ્થિત તમામ ખેલૈયાઓએ દેવરાજભાઈ ગઢવીનાં આ આગવા અંદાજને તાલીઓથી વધાવ્યો હતોબાદમાં સમગ્ર બીજા રાઉન્ડમાં દેવરાજભાઈ ગઢવીના સંગાથે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ વર્તાયો હતો.5 22

ત્યારબાદ પ્રથમ નોરતાનો સિલેકશન રાઉન્ડ યોજવામાં આવ્યો હતો. નવલા નોરતાના પ્રથમ દિવસે જ રાસોત્સવમાં ખેલૈયાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને મનમુકીને ઝુમ્યા હતા. ‘અબતક’ સુરભી રાસોત્સવનાં ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલા અફલાતુન આયોજન, વ્યવસ્થા અને સ્વચ્છતાનાં સૌ કોઈએ ભરપેટ વખાણ કર્યા હતા

દેવરાજભાઇ ગઢવી (નાનો ડેરો)6 19વંદના ગઢવી7 12રઉફ હાજી8 11હિના હિરાણી9 11

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.