આતંકવાદીઓને ખાવા-પીવા અને ટ્રાન્સપોર્ટીંગ તેમજ સંવેદનશીલ માહિતી પહોંચાડનારા બે શખ્સો ઝડપાયા
જમ્મુ-કાશ્મીરના અવંતીપોરા વિસ્તારમાં પોલીસને મોટી કામ્યાબી મળી છે. પોલીસે ત્રાલ અને પંપોર વિસ્તારમાંથી જૈશ એ મહમદ સાથે સંકળાયેલા બે શખસોની ધરપકડ કરી છે.
આ શખસો આતંકીઓ માટે ખાવા પીવાનું અને રહેણાંકની વ્યવસ્થા કરી રહ્યાં હતા. આ ઉપરાંત હથિયારોની હેરફેર માટે પણ આ શખસો જવાબદાર હતા. આતંકીઓ પાસે સીક્રેટ વિગતો પહોંચાડવા પણ આ શખસો મદદરૂપ રહ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે ધરપકડ કરેલા બન્ને આતંકીનું નામ બિલાલ અહેમદ ચોપાન અને મુશર્લીન બસીર શેખ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. બન્ને પૈકીનું એક શખસ ત્રાલના વગાદનો રહેવાસી છે. આ બન્ને શખસો પાસે એવા અનેક સામાન મળી આવ્યા કે જેનાથી આતંકીઓ સાથે તેમની સાઠગાંઠ હોવાનો ઘટસ્ફોટ થયો છે.
નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં સરકાર ખુબજ સતર્ક થઈને કામ કરી રહી છે. પાકિસ્તાન તરફથી સતત આતંકી ગતિવિધિઓને અંજામ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાંથી ગત ૫ ઓગષ્ટ ૨૦૧૯ના રોજ કલમ ૩૭૦ હટાવ્યા બાદ પાકિસ્તાન ઉંધેમાથે થયું છે. પાકિસ્તાને કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માટે તમામ પ્રયત્નો કર્યા છે. વર્તમાન સમયે પાકિસ્તાન આતંકીઓના માધ્યમથી નેતાઓ અને નાગરિકો જેવા શોક્ટ ટાર્ગેટ ઉપર હુમલા કરાવી રહ્યું છે.
થોડા સમયમાં જમ્મુ-કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીઓ યોજાશે. આ ચૂંટણીઓમાં પણ મોટા પ્રમાણમાં લોહી વહે તેવી દહેશત સેવાઈ રહી છે. આવા સંજોગોમાં નગરોટામાં ગઈકાલે આતંકીઓના ખાતમો થયો હતો. આતંકીઓ પાસેથી જે વસ્તઓ મળી છે તેનાથી પાકિસ્તાનની પોલ ખુલી ગઈ છે. આતંકીઓ પાસેથી ડિજીટલ મોબાઈલ રેડીયો મળી આવ્યો હતો જેનાથી પરથી ફલીત થયું છે કે આતંકીઓ પાકિસ્તાનમાં બેઠેલા આકાના સંપર્કમાં હતા.