લોકશાહીમાં પત્રકારોને ચોથી જાગીર સમાન માનવામાં આવે છે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ગણાતા ભારતમાં છેલ્લા થોડા સમયથી પત્રકારો પર હુમલાઓના અને હેરાન કરવાના બનાવો સતત વધી રહ્યા છે. કોઈ પણ બનાવમાં પોતાનો મત રજૂ કરતા પત્રકારોને માનસીક અને આર્થિક રીતે ખતમ કરવા ફરિયાદો કરવાનું પ્રમાણ પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. દેશની અગ્રણી ખાનગી ચેનલનાં પત્રકાર પર દેશભરમાં થયેલી ફરિયાદોને રદ કરવાનાં અરજીની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આ મુદે ચિંતા વ્યકત કરી હતી. સુપ્રીમ કોર્ટે પત્રકારો પરના હુમલાને બંધારણીય અધિકાર પર ‘વ્રજઘાત’ સમાન ગણાવીને આ પત્રકારની ધરપકડ કરવા સામે ત્રણ અઠવાડીયા સુધી સ્ટે આપ્યો છે.
દેશમાં નાગરિક સ્વાયત્તતા અને અધિકારેની સુરક્ષા માટે માધ્યમોની ભૂમિકા મહત્વની હોવાનું જણાવી ગઈકાલે સુપ્રીમ કોર્ટે દેશનાં વિવિધ ભાગોમાં વધતા જતા પત્રકારોના હુમલા અને નોંધાતા જતા ગુનાઓને ગંભીર બાબત ગણાવી હતી આવા બનાવો સરકારની ગતિવિધિઓ જાણવાના હકદાર નાગરીકોની સ્વાયતત્તા ખતમ કરવા માટે કારણભૂત બની શકે તેવા સંદેહ વ્યકત કર્યો હતો. સુપ્રિમ કોર્ટની સંયુકત ખંડપીઠનાં ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચુડઅને એમઆર શાહે જણાવ્યું હતુકે પત્રકારત્વની સ્વાયત્તાએ વાણી સ્વાંત્ર્યતા અને મુકત અભિવ્યકિતની હિમાયત કરતી બંધારણની કલમ ૧૯ (૧) એની બંધારણીય જોગવાઈ અને નાગરીકના અધિકારોની સ્વાયત્તતાનો મુખ્ય આધાર છે. સમાચાર માધ્યમો આ માટે સ્વાયત્ત છે. તેમને કોઈ બંધ નમાં ઝકડી ન શકાય.
ભારતની સ્વતંત્રતા ત્યાં સુધી સલામત રહેશે જયારે પત્રકારોને કોઈપણ જાતની ધાક ધમકી અને સત્તાના દબાણ વગર બોલવાની સ્વાયતત્તા મળતી રહેશે. આ મૂળભૂત અધિકારોને કોઈપણ સંજોગોમાં છીનવી ન શકાય.
સંયુકત ખંડપીઠે જણાવ્યું હતુ કે દેનાં એકથી વધુ રાજયમાં પત્રકારો પરના હુમલાઓ અંગેના બનાવો અને કેટલાક સંગઠનોની ફરિયાદોની સ્વાયત્તા સામે પડકાર રૂપ બની ગઈ છે. આવી પરિસ્થિતિ નાગરીકોની સ્વાયત્તા પર જોખમ ઉભુ થયું છે આ નિવેદન કોર્ટે એક અંગ્રેજી ન્યુઝ ચેનલન એંકર સામે એકડઝનથી વધુ ફરિયાદો અલગ અલગ રાજયમાંથી પોતાના કાર્યક્રમ દરમ્યાન એક નિવેદનને પડકાર કરવા માટે થયેલા કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતુ જેકે સુપ્રીમ કોર્ટે તમામ અરજીઓ કાઢી નાખી હતી તેમ છતા મુંબઈ અને અન્ય જગ્યાએ દાખલ કરેલી અરજીની કવાયત હાથ ધરવામાં આવી હતી. એક જ મુદે અલગ અલગ જગ્યાએ થયેલી અરજીઓને સ્વીકારી ન શકાય અરજદાર સામે વિવિધ રાજયોમાં અરજીઓ કરવામાં આવે છે. વિવિધ ન્યાય ક્ષેત્રોમાં એક જ પ્રકારનાં ગુના માટે કરવામાં આવતી ન્યાયની માંગણીને સ્વીકાર્ય ગણી શકાય.
કોર્ટે સ્પષ્ટ કર્યું હતુ કે પત્રકાર સામેના આક્ષેપો તપાસનો વિષય બનતો નથી. સાથે સ્પષ્ટ કર્યું હતુકે પત્રકારત્વની સ્વતંત્રતા બંધારણમાં અપાયેલા બોલવા અને મુકત અભિવ્યકિતની સ્વતંત્રતાન મૌલીક અધિકારનો પાયો છે. સુપ્રિમ કોર્ટે એમ પણ કહ્યું હતુકે ભારતની આઝાદી ત્યાં સુધી જ સુરક્ષીત છે જયાં સુધી સતા સામે પત્રકાર કોઈપણ બદલાની કાર્યવાહીના ભય વગર પોતાની વાત કરી શકે છે.
સુપ્રિમ કોર્ટની સંયુકત ખંડપીઠનાં ન્યાયમૂર્તિ ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ શાહેઆ કડક ટિપ્પણી મંગળવારે પત્રકારના કેસમાં સુનાવણી દરમિયાન કરીને કહ્યું હતુ કે એક પત્રકાર સામે એક જ ઘટના સંબંધે અનેક ફોજદારી ગુનાઓ દાખલ કરી ન શકાય તેને કેટલાય રાજયોમાં રાહત માટે ચકકર લગાવવા મજબૂર કરવા પત્રકાર્ત્વનું ગળુ દબાવવા જેવું છે.
સુપ્રિમ કોર્ટની સંયુકત ખંડપીઠે બંધારણની કલમ ૧૯ (૧) એમાં અપાયેલા મૌલિક અધિકાર અને ગુનાહિત કૃત્યની તપાસના સંબંધમાં ભારતીય દંડસહિતા સીઆરપીસીની જોગવાઈઓનું પણ ઉલ્લેખ કરીને જણાવ્યું હતુ કે પત્રકારત્વની સ્વતંત્રતા બંધારણની કલમ ૧૯ (૧) એમાં આપવામાં આવેલી અભિવ્યકિતની સુરક્ષા મૌલીક અધિકારોનું મૂળ આધાર છે. અરજદાર એક પત્રકાર છે. સંવિધાને આપેલા અધિકારનો ઉપયોગ કરીને અરજદાર ટીવી પ્રોગ્રામમા પોતાની વિચારો વ્યકત કર્યા હતા. વિડિયો કોન્ફરન્સીગ દ્વારા ૫૬ પાનાનો ચૂકાદો સંભળાવીને સંયુકત ખંડપીઠે અરજદારને ત્રણ અઠવાડીયાની મુદત અપી નાગપૂરથી મુંબઈમાં તબદીલ કરવામાં આવેલા કેસને છોડીને તમામ એફઆઈઆર રદ કરીને તેની સામે સીબીજે તપાસની માંગ પણ ફગાવી દીધી હતી.